પાટણ સરસ્વતી ગ્રા.પં.ના સભ્યોનો સન્માન સમારોહ યોજાયો

પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રણુંજ નાગરિક બેંકનું એટીએમ લોન્ચ કરવા સરસ્વતી તેમજ પાટણ તાલુકાના નવીન ચૂંટાયેલા ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સદસ્યોનો સન્માન સમારોહ તેમજ જેનરીક દવાઓના સ્ટોરના ઉદ્ઘાટનનો ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પાટણ-ઊંઝા રોડ ઉપર હાંસાપુર ગામ નજીક આવેલ રિવાજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ત્રિવેણી કાર્યક્રમમાં મંત્રી વશરામભાઈ જોષીએ શાબ્દિૃક સ્વાગત-પ્રવચન કર્યું હતું. સહકારી ક્ષેત્રના આગેવાનને ધારાસભ્ય ડાહૃાાભાઈ પટેલે પાટણ તાલુકા સંઘના પ્રમુખ તેમજ રણુંજ નાગરિક બેંકના ચેરમેન દશરથભાઈ પટેલના પારદર્શક વહીવટને બિરદાવ્યો હતો.

બાદમાં દશરથભાઈ પટેલે સંસ્થાની કાર્યશૈલી ઉપર પ્રકાશ ફેંક્યો ન હતો. જેનરીક દવાઓના સ્ટોરનું ઉદ્ઘાટન થઈ ચુક્યું છે. અને આ દવાઓ ૩૦થી ૪૦ ટકા સસ્તા દરે મળશે. તેનો લાભ લેવા ખેડૂતોને સૂચન કર્યું હતું. પાટણ તેમજ સરસ્વતી તાલુકાના તમામ સરપંચો, ઉપસરપંચોને સદસ્યોને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતું. આ ત્રિવેણી કાર્યક્રમમાં સહકારી મંડળીઓ દૂધસાગર મંડળીઓ, સહકારી આગેવાનો, ગ્રામપંચાયતના સરપંચો, ઉપસરપંચો, સદસ્યો, ખેડૂતો ઉપસ્તિત રહૃાાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *