પાકે. ભારત સામે શાહીન મિસાઈલ તાકી!

shaheen

ભારત-પાકિસ્તાન સરહદની નજીક પાકિસ્તાને અણુશસ્ત્રોનો એક ગુપ્ત શસ્ત્ર ભંડાર ઉભો કર્યો છે. ભારત-પાક. સરહદની નજીક પાકિસ્તાની વિસ્તારમાં અણુશસ્ત્રોના એક ગુપ્ત મથકનો પર્દાફાશ થયો છે. સરહદની પેલે પાર પાકિસ્તાનના ખૈબર પુખ્તનખ્વા વિસ્તારમાં આ શસ્ત્ર ભંડારનું લોકેશન બતાવવામાં આવી રહ્યું છે. અહીં હરીપુર વિસ્તારની નજીક પીરથાન પહાડ નીચે અણુશસ્ત્રોનો સંગ્રહ કરવાના હેતુથી આ મથક ઉભું કરવામાં આવ્યું છે. ભારતની ચિંતાને વધારતા આ ઘટસ્ફોટ ગુપ્તચર તંત્રોએ
કર્યો છે.
આ ઘટસ્ફોટ સેટેલાઈટ ઈમેજના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો છે. એવું જણાવાયું છે કે સેટેલાઈટ ઈમેજરીના માધ્યમથી લશ્કરી ગુપ્તચર તંત્ર દ્વારા એકત્ર કરવામાં આવેલા ઈનપુટસ પરથી એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાને ત્યાં અણુશસ્ત્રોનો સંગ્રહ કરવા માટે એક ગુપ્ત મથક બનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકેશન એટલું મોટું છે કે ત્યાં પાકિસ્તાની બેલેસ્ટીક મિસાઈલ શાહીન-૩ને સહેલાઈથી છુપાવી શકાય છે.
પાકિસ્તાન આ ગુપ્ત મથક દ્વારા યુદ્ધ દરમિયાન હુમલો કરીને ભારતનાં કેટલાંય મોટાં શહેરોમાં તબાહી મચાવી શકે છે. કારણ કે આ ગુપ્ત મથક અમૃતસરથી માત્ર ૩૨૦ કી.મી. ચંડીગઢથી માત્ર ૫૨૦ અને નવી દિલ્હીથી ૭૨૦ કી.મી. દૂર છે.
જયારે પાકીસ્તાન ત્યાં શાહીન મિસાઈલ-૩ ગોઠવીને ત્યાંથી જો હુમલો કરે તો ભારતમાં અનેક શહેરને નિશાન બનાવી શકે છે. કારણ કે શાહીદ-૩ની પ્રહાર ક્ષમતા ૨૭૫૦ કી.મી. છે. શાહીન-૩ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ ૯ માર્ચ ૨૦૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *