પાંચ વર્ષનો હતો ત્યારથી શિવભકત:મલ્યાનસીંઘ

Malkhan Siingh as Shiv from Vighnaharta Ganesh

હું પાંચ વર્ષનો હતો ત્યારથી જ ભગવાન શિવનો ભકત રહ્યો છું તેમ અભિનેતા મલ્યાનસીંઘે જણાવ્યું હતું. સોની એન્ટર ટેઈનમેન્ટ ટીવીના શો ‘વિઘ્નહર્તા ગણેશ’માં ભગવાન શિવની ભૂમીકા ભજવનારા મલ્યાનસીંઘે જણાવ્યું હતું કે, પાંચ વર્ષનો હતો ત્યારે મારી માતાએ મને ભગવાન શિવ વિષે જણાવ્યું હતું ચંદીગઢના સેકટર-૬ના પ્રસિધ્ધ શિવ મંદિરમાં જઈને પ્રાર્થના કરતો હતો.ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો ત્યારે એક વિદ્યાર્થીએ મને કહ્યું હતું કે, તું ૪૦ દિવસ શિવ મંદિરની મુલાકાત લઈશ તો અગ્રણી વિદ્યાર્થી બનીશ ત્યારથી શિવ મંદિરે જવા લાગ્યો હતો ગમે ત્યાં હોઉં શિવ મંદિરની મુલાકાત જરૂર લઉં છું.મને ખબર ન હતી કે, ટીવી ઉપર મારે શિવજીની ભૂમીકા ભજવવાની આવશે આ પાત્ર ભજવવું પડકારરૂપ હતું કયારેય મેં આવી ભૂમિકા ભજવી નથી.તેણે એક પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, મારા જીવનમાં થતી વસ્તુઓ વિષે ચિંતા કરતો નથી મને શિવમાં વિશ્ર્વાસ છે કે તે હંમેશા મારા માટે શ્રેષ્ઠ કરશે દરરોજ પૂજા-પાઠ કરું છું. તેમજ જીમની મુલાકાત લેવાનું કદી ભુલતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *