પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ આસામ-બંગાળમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

3-5

આસામ અને પશ્ર્ચિમ બંગાળમાં આવતીકાલે પ્રથમ તબક્કામાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામા આવી છે. આસામમાં પ્રથમ તબક્કામાં આશરે ૯૪ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે. આસામમાં મુખ્યપ્રધાન તરૂણ ગોગોઇ અને ભાજપના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર સર્બાનંદ સોનોવાલ સહિત ૫૩૯ ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે બંગાળમાં પશ્ર્ચિમી મિદનાપુર, પુરુલિયા અને બંનકુરા જિલ્લાઓને આવરી લેતી વિધાનસભાની ૧૮ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજનાર છે. અહીં ૩૮ લાખ મતદારો રહેલા છે. સાથે સાથે ૫૦૦૦ મતદાન મથકો સ્થાપિતકરવામાં આવ્યા છે. આસામમાં ૬૫ અને પશ્ર્ચિમ બંગાળમાં ૧૮ બેઠક માટે ચૂંટણી પ્રચારનો ગઇકાલે અંત આવી ગયા બાદ ઉમેદવારો વ્યક્તિગતરીતે સક્રિય થઇ ગયા હતા. પ્રથમ તબક્કા માટે પ્રચારનો અંત આવી ગયા બાદ આની રાજકીય ગતિવિધિ ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. પ્રથમ તબક્કામાં મતદાન આવતીકાલના દિવસે યોજાનાર છે. પ્રથમ તબક્કામાં ૫૩૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આસામમાં કુલ ૧ કરોડ ૯૮ લાખ મતદારો છે જે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરનાર છે. આસામમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જે પૈકી પ્રથમ તબક્કામાં આવતીકાલના દિવસે મતદાન યોજાશે. જ્યારે ૧૧મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરીની પ્રક્રિયા ૧૯મી મેના દિવસે હાથ ધરવામાં આવશે. તરુણ ગોગોઇના નેત્ાૃત્વમાં કોંગ્રેસ સરકારની અવધિ જૂન મહિનામાં પુરી થવા જઇ રહી છે. મતદાનની શરૂઆત થાય તે પહેલા જ ઓપિનિયન પોલના પરિણામ આવવાની શરૂઆત થઇ ચુકી છે. બીજી બાજુ બંગાળમાં છ તબક્કામાં ૨૯૪ બેઠકો માટે મતદાન યોજાનાર છે. સાત જુદા જુદા મતદાન યોજાશે. ચોથી એપ્રિલથી લઇને પાંચમી મે સુધી આ દોર ચાલનાર છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ૪.૮ કરોડની રોકડ રકમ હજુ સુધી કબજે કરવામાં આવી ચુકી છે. પ્રાથમિક ઓપિનિયન પોલના તારણ જારી કરવામાં આવી ચુક્યા છે. જે મુજબ આસામમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. ઓપિનિયન પોલ પર વિશ્ર્વાસ કરવામાં આવે તો મમતાની પાર્ટી ૪૦ ટકા મત હિસ્સેદારી મેળવીશકે છે. તે ૧૬૦ બેઠકો પર જીત મેળવી શકે છે. કોંગ્રેસને આઠ ટકા વોટ અને ૨૧ સીટો મળી શકે છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી. અહીં આ વખતે ભાજપને ૧૧ ટકા વોટ મળી શકે છે અને ચાર સીટ પણ મળી શકે છે.
સીપીએમને ૩૨ ટકા મત મળી શકે છે. અને ૧૦૬ બેઠકો મળી શકે છે. આસામ અને બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનને લઇને મતદારો પણ ભારે ઉત્સાહિત છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક બનેલા છે. કેરળ, તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં ૨૨મીએ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *