પાંચ રાજ્યોમાં ભવ્ય જીત બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ર૦૧૯ની ચૂંટણી પર હવે નજર ભાજપે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

C7CYuI5UwAAhdR7

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ સફળતા મેળવી લીધા બાદ ભાજપ સંસદીય દળની આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પાર્ટીના ટોચના નેતાઓએ ર૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને રણનીતિનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓ સુધી પહોંચવા ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપી હતી. યુવાનો વચ્ચે તેમની લોકપ્રિયતા વધારવા પાર્ટીના નેતાઓને અપીલ કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી  ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ ર૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણી આગામી મોટા પડકાર તરીકે છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ આજે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. પાર્ટીની જીત માટે એક આભાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું. આગામી રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીએ દલિત લોકો સુધી પહોંચવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી હતી. એમ માનવામાં આવે છે કે દલિતોએ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં ભાજપ તરફેણમાં મતદાન કર્યું છે. ભાજપે નિર્ણય કર્યો છે કે ૧૪મી એપ્રિલના દિવસે ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિએ દરેક સપ્તાહ સુધી જુદા જુદા કાર્યક્રમો ચાલશે. પાર્ટી દરેક પંચાયત અને વોર્ડમાં કાર્યક્રમનું આયોજન કરશે. આ ઉપરાંત છઠ્ઠી એપ્રિલના દિવસે સ્થાપના દિવસને વ્યાપક રીતે મનાવવામાં આવશે. જેમાં પાર્ટીના નેતા અને કાર્યકરો સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગ લેશે. સંસદીય દળની બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અનંત કુમારે કહ્યું હતું કે બેઠક દરમ્યાન મોદીએ પાર્ટીના નેતાઓને એક સપ્તાહના કાર્યક્રમ દરમ્યાન ભીમ એપ અને ડિઝીટલ પેમેન્ટ માધ્યમમાં ઉપયોગને ગતિ આપવા લોકોમાં તેના પ્રત્યે જાગૃતતા જગાવવા અપીલ કરી હતી. પાર્ટી નેતાઓને આંબેડકરના યોગદાનને ફેલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. વડાપ્રધાને યુવાનોને કેન્દ્ર સરકારની લોકકલ્યાણ યોજનાઓ અને સુશાસનના એમ્બેસેડર બનાવવા કહેવામાં આવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે આજે યુવાનો સમાચાર પત્રો અને ટીવી ચેનલો ઉપર આધારીત રહેવાના બદલે મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે કરે છે. આવી સ્થિતિમાં યુવાનોની સાથે સંપર્ક વધારવા માટે આ માધ્યમનો ઉપયોગ કરાય તે જરૂરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી જીત લોકોએ પરિવારવાદ અને ભ્રષ્ટાચારવાદથી દુર હટીને મતદાનના પરિણામ તરીકે છે. શાહના કહેવા મુજબ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમની જન કલ્યાણકારી યોજનાઓ અને સુશાસનની તરફેણમાં મતદાન કર્યું છે. ર૦૧૯ ચૂંટણી માટે પાર્ટી નેતાઓને અત્યારથી જ તૈયારીમાં લાગી જવા અમિત શાહે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભાજપની જીતથી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ અને નોટબંધીના સાહસીક નિર્ણયો પર લોકોની મંજુરીની મોહર લાગી છે. મોદીએ પાર્ટીના નેતાઓને યુવાનો અને દલિતો સુધી પહોંચવાની અપીલ કરી હતી. સંસદીય ચૂંટણી પાર્ટી માટે આગામી મોટા પડકાર તરીકે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *