પાંચેય રાજ્યોમાં મતદાન પૂર્ણ થતા એક્ઝિટ પોલના પરિણામો જાહેર આસામમાં ભાજપ, બંગાળમાં મમતાની સરકાર

etv_bnagla

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પુરી થયા બાદ ધારણા પ્રમાણે જ એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં આસામમાં ભાજપની ગઠબંધન સરકાર બનવાના સંકેત દેખાઈ રહૃાા છે જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની શાનદાર વાપસી થઇ રહી છે. આસામમાં છેલ્લા ૧૫ વર્ષથી કોંગ્રેસની સરકાર રહી છે. ત્યાં આ વખતે કોંગ્રેસની એઆઈયુડીએફ સાથે સમજૂતિ થઇ શકી ન હતી. આ આસામમાં ભાજપની સરકાર બનશે તો પૂર્વોત્તરમાં ભાજપની પ્રથમ સરકાર બનશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આસામ ગણપરિષદ અને બોડો પિપલ્સ ફ્રન્ટ સાથે જોડાણ કર્યું હતું. નિષ્ણાતોના કહેવા મુજબ ગઠબંધન તુટવાના લીધે કોંગ્રેસને નુકસાન થઇ શકે છે. આ રાજ્યોમાં ચૂંટણી પરિણામની જાહેરાત ૧૯મી મેના દિવસે કરવામાં આવનાર છે. આસામમાં એક્ઝિટ પોલના પરિણામ દર્શાવે છે કે, ભાજપ ગઠબંધનને બહુમતિ મળી શકે છે. આસામ માટે ટાઇમ્સ નાઉ-સીવોટરના અંદાજમાં આ ગઠબંધનને ૬૧ બેઠકો અને કોંગ્રેસને ૪૫ બેઠકો મળી શકે છે. એબીપી ન્યુઝના કહેવા મુજબ આસામમાં ભાજપ ગઠબંધનને ૧૨૬માંથી ૮૧ બેઠક મળી શકે છે જ્યારે કોંગ્રેસને ૩૩ બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં પણ આસામમાં કોંગ્રેસને ૨૬-૩૩ સીટો અને ભાજપને ૭૯-૯૩ બેઠકો મળી શકે છે. યુડીએફને ૬-૧૦ બેઠકો મળી શકે છે. પુડ્ડુચેરીમાં કોંગ્રેસ ગઠબંધનને ૧૪, એઆઈએનઆરસીને નવ બેઠકો મળી શકે છે. તમિળનાડુમાં જોરદાર સ્પર્ધા દેખાઈ રહી છે. અહીં ડીએમકેની વાપસી થવાના સંકેત દેખાઈ રહૃાા છે. ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં જયલલિતાના અન્નાદ્રમુકને ૮૯-૧૦૧ બેઠકો અને ડીએમકેને ૧૨૪-૧૪૦ બેઠકો મળી શકે છે. ભાજપને ત્રણ બેઠકો મળી શકે છે. ન્યુઝ નેશનના એક્ઝિટ પોલમાં તમિળનાડુમાં ડીએમકે ગઠબંધનની સરકાર બની શકે છે. આસામમાં ૨૦૧૧માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૭૮ અને ભાજપને પાંચ બેઠકો મળી હતી. આ રાજ્યોમાં પરિણામ ઉપર તમામની નજર રહેશે. કેરળના એક્ઝિટ પોલમાં એલડીએફને ૭૮ અને યુડીએફને ૫૮ બેઠકો મળી શકે છે. ભાજપ અહીં પણ એન્ટ્રી કરી શકે છે. જુદા જુદા રાજ્યોમાં બહુમતિના આંકડા અને એક્ઝિટ પોલના તારણો આવી ગયા બાદ સામાન્ય લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની શાનદાર વાપસી મોટાભાગના એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી રહી છે. તૃણમુલ પોતાની તાકાત ઉપર બહુમતિ મેળવવાની દિશામાં છે. એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવ્યું છે કે, બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓના ગઠબંધન છતાં તૃણમુલની સ્થિતિ ખુબ મજબૂત દેખાઈ રહી છે. ટાઇમ્સ નાઉ-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ બંગાળમાં ટીએમસીને ૧૬૩-૧૭૧ બેઠક મળી શકે છે. જ્યારે ડાબેરીઓને ૭૧-૭૯ તેમજ કોંગ્રેસને ૪૧-૪૯ બેઠક મળી શકે છે. ભાજપને ૨-૬ બેઠક મળવાનો અંદાજ છે. ટાઇમ્સ નાઉ-સી વોટરમાં ટીએમસીની હાલત ખુબ જ મજબૂત દર્શાવવામાં આવી રહી છે. આવી જ રીતે એબીપી ન્યુઝમાં પણ તૃણમુલને ૧૭૮ બેઠક દર્શાવવામાં આવી રહી છે. ઇન્ડિયા ટુડેના એક્ઝિટ પોલમાં મમતા બેનર્જીની પાર્ટીને ૨૩૩૩-૨૫૩ અને ચાણક્યના પોલમાં ૨૧૦ બેઠક આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *