પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પુડ્ડુચેરી, કેરાલા અને આસામ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

Dr

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. આની સાથે જ ચૂંટણી ક્યારેય યોજાશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. આસામમાં ચોથી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે કેરળ, તમિળનાડુ અને પુડુચેરીમાં ૧૬મી મેના દિવસે અંતિમ તબક્કામાં મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૯મી મેના દિવસે યોજાશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ પાંચેય રાજ્યોમાં આંચારસહિતા  અમલી બનાવી દેવામાં આવી છે. આસામમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૬૫ સીટ માટે ચોથી એપ્રિલના દિવસે મતદાન યોજાશે અને બીજા તબક્કામાં ૬૧ સીટ માટે ૧૧મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી કાર્યક્રમ સૌથી લાંબા સમય સુધી ચાલનાર છે. જ્યાં છ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૧૧ સીટ માટે ચોથી એપ્રિલના દિવસે મતદાન યોજાશે.૧૭મી એપ્રિલના દિવસે બંગાળમાં બીજા તબક્કામાં મતદાન થશે . જેમાં ૫૬ સીટોને આવરી લેવામાં આવનાર છે. ત્રીજા તબક્કામાં ૬૨ સીટ માટે મતદાન ૨૧મી એપ્રિલના દિવસે યોજાશે. ચોથા તબક્કામાં ૪૯ સીટ માટે ૨૫મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. જ્યારે પાંચમાં તબક્કામાં ૫૩ સીટ માટે ૩૦મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં કુચ બિહાર સહિત ૨૫ સીટ માટે છઠ્ઠા તબક્કામાં પાંચમી મેના દિવસે મતદાન યોજાશે. કેરળ, તમિળનાડુ અને પુડુચેરીમાં તમામ વિધાનસભા મતવિદતારમાં એક જ દિવસે મતદાન યોજાશે. કેરળમાં ૧૪૦, તમિળનાડુમાં ૨૪૩ અને પુડુચેરીમાં ૩૦ સીટ માટે મતદાન યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી  નસીમ જેદીએ આજે કહૃાું હુતં કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ આ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા અમલી બની ગઇ છે. આ પાંચ રાજ્યોમાં આશરે ૧૭ કરોડ મતદારો વિધાનસભાની ૮૨૪ સીટ માટે મતદાન કરશે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં સાત લાખ મતદારોના નામ યાદીમાં દૂર કર્યા છે. દૂર કરવામાં આવેલા નામ કે તો મૃત છે અથવા તો તેમના નામ બે વખત નોંધાઈ ગયા છે. પ્રથમ વખત નોટા માટે ખાસ સિમ્બોલની ફાળવણી કરવામાં આવી છે. મતદારોના વિશ્ર્વાસ વધારવા માટે ઇવીએમ મશીન પર ઉમેદવારોના ફોટા પણ મુકવામાં આવશે. આનાથી નામને લઇને મતદારોની દુવિધા દૂર થશે. ચૂંટણી વાળા રાજ્યોમાં કાયદો અને વ્યવદથાની દથિતિ પર નજર રાખવામાં આવશે. ચૂંટણી ચોથી એપ્રિલથી ૧૬મી મે વચ્ચે યોજાશે. પાંચેય રાજ્યોમાં મતગણતરી ૧૯મી મેના દિવસે યોજાશે. બંગાળમાં ચૂંટણીને લઇને ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. કારણ કે, અહીં તમામ પક્ષોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી છે. જો કે, ભાજપ માટે શક્યતા તમામ જગ્યાએ ઓછી છે. કારણ કે ભાજપ શાસિત રાજ્યોમાંથી આ રાજ્યોમાં ભાજપની હાજરી નહીવત રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *