પશ્ચિમી દેશો સાથે ચીને નવી હરિફાઈ છેડી : ચીનમાં ન્યુયોર્કથી પણ ત્રણ ગણુ મોટુ સ્માર્ટ સીટી બનશે

a1

વસતીની દ્રષ્ટિએ વિશ્ર્વના સૌથી મોટા દેશ તરીકે જાણીતા ચીન હાલ વિશ્ર્વ કક્ષાનો દેશ બનવા કોઈ કસર છોડવા માંગતુ નથી અને તે ખાસ કરીને પશ્ર્ચિમમાં અમેરીકાને દરેક મોરચે હંફાવે છે તો ચીને આગામી સમયમાં અમેરીકાનાં આર્થિક વ્યાજદર ગણાતા ન્યુયોર્ક અને તેના પરા જેવા મેનહટનથી પણ ત્રણ ગણું મોટુ શહેર બાંધવા યોજના ઘડે છે.
ચીનની સરકારે આ માટે શીતગાન તરીકે ઓળખાતા એક ક્ષેત્રની પસંદગી કરી છે જે ચિત્રનું સૌથી આધુનિક સ્માર્ટ સીટી હશે જયાં ઉદ્યોગ-રહેણાંક ફાયનાન્સીયલ તથા સર્વીસ તમામ પ્રકારની કામગીરી એકજ થશે. આ નવુ સ્માર્ટ સીટી ચીનનાં પાટનગર બીજીંગથી લગભગ ૧૦૦ કી.મી.નાં અંતરે હશે.
આ નવા શહેરનો મુખ્ય હેતુ બીજીંગ આ માનવ વસતીથી લઈને ઓફીસો-કાર-સહીતના જે ટ્રાફીક દબાણ છે તે ઘટાડવાનો છે ચીને આ જાહેરાત કરતાં જ નવા સ્માર્ટ સીટીની અને તેનાં આસપાસની મીલકતો જમીનનાં ભાવ ઉંચકાવા લાગતા ચીને અહીં તાત્કાલીક અસરથી વેચાણ પ્રતિબંધ મુકી દીધો છે. આ સ્માર્ટ સીટીની ખાસીયત અનેક છે જેમાં તેના તમામ રેલવે વ્યવહારો, અન્ડરગ્રાઊન્ડ હશે જયારે અહીં એક મેઈન વિમાની મથક અને સ્માર્ટ સીટીને સાંકળતા હેલી-વે હશે. ઉપરાંત ખાસ બીઆરટીમ જેવી બસની વ્યવસ્થા હશે તથા રહેણાંક વિસ્તારો પુરેપુરા ગ્રીનઝોન હશે. ચીન સરકાર અહીં ફકત ઈનવેસ્ટમેન્ટના હેતુની મીલકત ખરીદવા દેશે નહિં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *