પથ્થર પર લખાણ: અમે માત્ર પૂતળાં બાળતા નથી- હમ મેં હૈ દમ ‘પદ્માવતી’ વિવાદ: જયપુરના કિલ્લે લટકતી લાશ મળી આવી

padmavati1_1511085395

જયપુરના નાહરગઢ કિલ્લા પર એક વ્યકિતનો મૃતદેહ લટકતો મળી આવ્યો છે, બાજુના પથ્થર પર વાકય કોતરેલું જોવા મળ્યું હતું એ ફિલ્મ પદમાવતી રિલીઝ થવા સામે આક્રોશ ધરાવે છે. પથ્થર પર આ લખાણ હિન્દીમાં લખવામાં આવ્યુ હતું. એમાં જણાવાયુ હતું કે અને માત્ર પૂતળા બાળતા નથી એની નીચે ‘પદમાવતી’ લખવામાં આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણશાલીની આ ફિલ્મ શુક્રવારથી જ વિવાદમાં રહી છે. આ મામલે કયાંક હિંસા પણ થઈ હતી. ભણસાલી અને અભિનેત્રી દીપિકા પદુકોણના માથા માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. કરની સેના નામના રાજપૂતે વિરોધની આગેવાની લીધી છે. વિરોધીઓના દાવા મુજબ ભણસાલીએ ઈતિહાસને વિકૃત કરીને ટાઈટલે મુખ્ય પાત્ર રાજપૂત રાણી મદમાવતીને ખરાબ રીતે ચિતરી છે.
પદમાવતી અથવા પદિમની ઐતિહાસીક પાગ છે કે કલ્પિત એ વિષે ઈતિહાસકારો, શિક્ષણવિદોમાં પણ તકરાર છે.
નાહરગઢ કિલ્લે લાશ લટકતી જોવા મળ્યા પછી પોલીસે ત્યાં પહોંચી જઈને નીચે ઉતારી હતી.
લાશની ઓળખ જયપુરના રહેવાસી ચેતન સૈની તરીકે કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ લાશ પાસેથી આધાર કાર્ડ મળી આવ્યુ હતું. અને એમાં મૃતકનું જયપુરનું સરનામું હતું.
અત્યાર સુધી એ સ્પષ્ટ છે કે ચેતને આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે.
પોલીસના દાવા પ્રમાણે યુવકની ગલુદાબી હત્યા કર્યા પછી એને રસ્સી સાથે બાંધી લટકાવવામાં આવી છે. આમ છતા, પોસ્ટમોર્ટમ થયા પછી મરવાનું કારણ જાણવા મળશે. પોલીસને જણાવ્યા પ્રમાણે આ બનાવને પદમાવતી વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. પથ્થરમાં લખવામાં આવેલ નોંધ હત્યાની ધ્યાન ભટકાવવાની કોશીષ છે.
જો કે કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહના જણાવ્યા મુજબ આ પ્રકારનો વિરોધ ખોટી વાત છે. અન્ય એક નેતા ગોવિંદ એ જણાવાયું હતું કે લોકોમાં ફિલ્મ સામે ઘણો વિરોધ છે.
અન્ય એક અહેવાલ મુજબ પથ્થરો પર ગોલસાની ‘લૂંટેરે નહીં અલ્લાહ કે બંદે હૈ, એક-એક દલ પે ભારી હૈ’ ચેતન તાંત્રિક મારા ગયા-મદમાવતી પદમાવતીનો વિરોધ કરનાર લોકો અમે કિલ્લા પર પૂતળા નથી. લટકતા હમ મેં હૈ દમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *