પથ્થરના પક્ષી સાથે કરી બેઠું પ્રેમ, તેની પાસે જ તોડ્યો દમ

nigelb

વિશ્ર્વનું સૌથી એકલવાયું મનાતું પક્ષી નિગલ (ગશલયહ) ગયા અઠવાડિયે ન્યૂઝીલેન્ડના માના ટાપુ પર મૃત અવસ્થામાં મળી આવ્યું. તે એકલું એટલા માટે કહેવાય છે કે, તે જે ટાપુ પર રહેતું હતું ત્યાં ૮૦ જેટલાં પક્ષીનાં કોંક્રીટનાં પૂતળાં હતાં. જ્યારે સજીવ પક્ષીમાં તે એકલું જ હતું.
નિગલ એક દરિયાઈ પક્ષી છે અને તે એક માત્ર એવું પક્ષી હતું કે, કોંક્રીટના પક્ષીઓ સાથે રહેતું હતું. તે અહીં આવતા સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર હતું.
નિગલ અહીં ત્રણ વર્ષથી રહેતું હતું અને તે અહીં સ્થાપિત કોંક્રીટના પક્ષીઓ સાથે વાતો કરવાનો પ્રયાસ કરતું, તેમની સાથે વહાલ કરવાનો પ્રયાસ કરતું, પણ તે નહોતું જાણતું કે તેની આસપાસ તેના જેવા દેખાતાં પક્ષી કોંક્રીટના છે.
તેણે અહીં એક માળો પણ બનાવ્યો હતો અને હંમેશાં તેના સાથીની શોધમાં રહેતું હતું, જેથી તે અહીં તેની સાથે રહી શકે. નિગલ વિશે એવું કહેવાય છે કે, તે આ ૮૦ સ્ટેચ્યુમાંથી એક સ્ટેચ્યુ સાથે સમય પસાર કરતું હતું, પણ તે ક્યારેય તેના પ્રેમનો એકરાર કરી શક્યું નહોતું, કારણ કે તેનો આ પ્રેમીનો નિર્જીવ હતો. આખરે તેણે તેના આ પથ્થરના પ્રેમી પાસે જ દમ તોડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *