પત્નીને તરછોડી દેનારા એનઆરઆઈની પ્રોપર્ટી જપ્ત કરવા કાયદો સુધારાશે

india-law

પત્નીને તરછોડી દઈ વારંવારની નોટીસનો જવાબ નહીં આપવા બદલ એનઆરઆઈ પુરુષોની પ્રોપર્ટી જપ્ત કરવાનો અધિકાર આપતો કાયદાકીય સુધારો કરવા સરકાર વિચારી રહી હોવાનું મહિલા-બાળકલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું છે.
મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી છેડતી સહિત બાળ યૌનશોષણના કેસો રિપોર્ટીંગ કરવા સમયમર્યાદા અચોકકસ મુદત સુધી વધારવા માંગણી કરશે. હાલના નિયમો મુજબ ગુનો થયાના ત્રણ વર્ષમાં એનું રિપોર્ટીંગ કરવું પડે છે.
મંત્રાલયના સચિવ રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મંત્રાલયે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજરમાં સુધારો કરવા માંગણી કરી છે. એ કારણે વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ સમન્સને બજી ગયેલું માની લેવામાં આવશે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ત્રણવાર નોટીસ આપવામાં આવી હોવા છતાં વ્યક્તિ હાજર ન થાય તો માની લેવામાં આવશે કે તે સમન્સ ટાળી ભાગતો ફરી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ વિભાગને આવી વ્યક્તિઓ અને પરિવારોની પ્રોપર્ટી એટેચ કરવા અધિકાર મળશે. વિદેશ મંત્રાલયે ગૃહપ્રધાનને સીઆરટીસીમાં સુધારા માટે લખ્યું પણ છે.
હાલમાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પડે છે, અને એ ફરિયાદ પોલીસ દૂતાવાસોને મોકલે છે. ત્યારબાદ દૂતાવાસો સમન્સ બજાવે છે.
આવા કાયદાકીય સુધારાથી વ્યક્તિને સતાવાળાઓ સમક્ષ હાજર થવું જ પડશે એવી મહિલા-બાળકલ્યાણ મંત્રાલયને આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *