પગના સડાની બિમારીથી કંટાળીને આત્મહત્યા સિવિલ હોસ્પિટલ ખાતેના ઝાડ પર યુવાને ફાંસો ખાધો

શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલ કિડની હોસ્પિટલના ભાગમાં આવેલા એક ઝાડ પર યુવકની લટકતી લાશ જોઇને લોકો ચોંકી ઉઠયા હતા. થોડીવારમાં તો, લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.

કિડની હોસ્પિટલ સત્તાવાળાઓ સમગ્ર ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી થોડી જ વારમાં પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ યુવકની લાશને ઝાડ પરથી ઉતારી હતી અને પોલીસને સોંપી હતી. પોલીસે પંચનામું સહિતની તપાસ કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પોલીસે અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં મરનાર યુવક પગના સડાની ગેગરીંગની બિમારીથી પીડાતો હતો અને તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોય તેવું બની શકે તેવી વિગતો સામે આવી હતી. જો કે, પોલીસે સમગ્ર મામલાનું સત્ય કારણ શોધવાની દિશામાં તપાસ જારી રાખી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર મામલો વધુ સ્પષ્ટ થઇ શકશે એવું પોલીસનું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *