પંડ્યા પોળના ભાવિકો દ્વારા પ્રાંતિજમાં શ્રદ્ધાળુઓએ ગણપતિને ૫૬ નહીં ૧૫૬ ભોગ ધરાવ્યાં

પ્રાંતિજ શહેરમાં પંડયાપોળ વિસ્તારમાં છેલ્લા દશ દિવસથી ગણેશ મહોત્સવની ઉજવણી અતિ દબદબાભેર કરવામાં આવી હતી.

પ્રાંતિજ શહેરના મધ્યભાગમાં શ્રી જબરેશ્વર મહાદેવની સામે આવેલ પંડ્યા પોળાં પ્રતિ વર્ષની જેમ ગણેશ મહોત્સવની ઉજવણી અતિ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.

મહોત્સવના અંતિમ દિવસે ગજાનન ગણપતિબાપા સમક્ષ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં ૫૭ નહિ પરંતુ ૧૫૬ ભોગ ધરાવવામાં આવ્યાં હતા.

મહોત્સવના અંતિમ દિવસે વિસર્જન પ્રસંગે યોજાયેલ વિસર્જન યાત્રામાં ખૂબજ મોટી સંક્યામાં શ્રદ્ધાળુ લોકો જોડાયા હતા. વિસર્જનયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને માર્કંડેશ્વર મહાદેવ નજીકના દશામા ઘાટ ખાતે આવીને ગણપતિદાદાની ભાવપૂર્વક આરતી ઉતારી હતી અને આ મહોલ્લાના લોકોએ ગણપતિજીની આવતા વર્ષે વહેલા પધારવા ભાવભીનું નિમંત્રણ આપીને ભાવુક બની ગયા હતા. વાજતે-ગાજતે ગણેશજીની વિરાટકાય મૂર્તિને ગણપતિ બાપ્પા મોરિયાના જય નાદ સાથે પવિત્ર પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આમ પ્રાંતિજમાં પંડ્યા પોળના રહીશોએ ગણેશ મહોત્સવનું રંગેચંગે સમાપન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *