પંચવટીના દેવકોમ્પલેકસ ખાતેના સ્પા સેન્ટરમાં દરોડો

શહેરના એલીસબ્રિજ વિસ્તારના પંચવટી ખાતે આવેલા સ્પાસેન્ટરમાં ચાલતા અનિતીના ધામનો મહિલા ક્રાઈમ બ્રાંચની ટીમે પર્દાફાશ કર્યો હતો ત્યાંથી પરપ્રાંતની બે સહિત ચાર યુવતિઓ મળી આવી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર મહિલા ક્રાઈમ બ્રાંચના એસીપી પન્ના મોમૈયાએ બાતમીના આધારે છટકુ ગોઠવી પંચવટી વિસ્તારના દેવ કોમ્પલેકસમાં છાપો માર્યો હતો.
સ્પાના ઓઠા હેઠળ ચાલતા અનિતીના ધામ બાબતે તેએાએ સાલોન સેન્ટર નામના સ્પામાં છાપો મારી તેના સંચાલક પીનલ વોરાની અટકાયત કરી હતી તેમજ ત્યાં નાગાલેન્ડની બે તેમજ ગુજરાતની બે યુવતિઓ મળી આવી હતી. પોલીસના જણાાવ્યા અનુસાર આ સ્પા સેન્ટર વર્ષથી ચાલતું હતું મહિલા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *