ન્યાયતંત્રમાં તીવ્ર પ્રત્યાઘાતો ન્યાયતંત્ર માટે કાળો દિવસ: નિકમ

supreme-court-judges-press-conference_650x400_41515740029

મુંબઈ હુમલા કેસ સહીતના અનેક સંવેદનશીલ કેસોમાં ત્રાસવાદીઓએ ફાંસી અપાવનાર સીનીયર વકીલ ઉજવલ નિકમે આજના ઘટનાક્રમને ન્યાયતંત્રના કાળા દિવસ સમાન ગણાવ્યા હતો. ભલે પોતે સર્વોચ્ચ અદાલતના જજને કોઈ સલાહ નથી આપતાછતાં પ્રશ્ર્ન ઉકેલવાના અન્ય માર્ગ પણ હોઈ છે. જાહેરમાં બોલવાનું ન્યાયતંત્ર અનેલોકશાહી માટે ખરાબ છે. હવે સામાન્ય લોકો પણ ન્યાયતંત્રને શંકાની નજરે નિહાળશે અને તમામ ચુકાદા પર સવાલ સર્જશે.
ચીફ જસ્ટીસ રાજીનામુ આપે: ભૂષણ
સીનીયર વકીલ પ્રશાંત ભૂષણે ચાર જજ તરફી લાગણી દર્શાયવીને ચીફ જસ્ટીસ દીપક મીશ્રાના રાજીનામાની માંગ કરી છે. કેસોમાં ચોકકસ પરિણામ લાવવા માટે સતાનો દુરુપયોગ, કરતા હોવાનો આક્ષેપ કર્યો હ્તો.
આઘાતજનક ઘટનાક્રમ: તુલસીયત
સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ કેટીએસ તુલસીએ ઘટનાક્રમને આઘાતજનક ગણાવતા કહ્યું કે ચારેય જજને જાહેરમાં આવવું પડયું તે પાછળ નિશ્ર્ચિતપણે ઠોસ કારણો હશે તેઓના પ્રવચન વખતે આંખોમાં પીડા દેખાઈ આવતી હતી.
જજોએ જ પ્રશ્ર્ન ઉકેલવો જોઈએ: ખુરશીદ
સીનીયર વકીલ અને કોંગી નેતા સલમાન ખુરશીદે કહ્યું કે જજોએ પોતાની રીતે જ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
આ તો હિમશીલાની ટોચ છે: જેસીંગ
સીનીયર વકીલ ઈન્દીરા જેસીંગે કહ્યું કે જાહેરમાં આવવા સામે વાંધો ન હોઈ શકે તેઓ (ચાર જજ) ચીફ જસ્ટીસ વિરોધી નથી. લોકોને પણ સાચુ જણાવુ જોઈએ. આ તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે.
ચીફ જસ્ટીસને પડકાર નથી: મુદગલ
નિવૃત જસ્ટીસ મુકુલ મુદગલે કહ્યું કે ચાર જજોએ ચીફ જસ્ટીસની સતાને પડકારી હોય તેવું માનતો નથી. તેઓ ચારેય પ્રતિષ્ઠિત જજ છે એટલે નિશ્ર્ચિતપણે ઠોસ કારણો હશે.
ચારેય જજ સામે મહાભિયોગ કરો: સોઢી
નિવૃત જસ્ટીસ આર.સોઢીએ કહ્યું કે ચારોય જજની ફરિયાદ વહીવટી પ્રક્રિયાને લગતી છે. સુપ્રીમ કોર્ટમાં બીજા ૨૩ જજ છે. ચાર ભેગા થઈને ચીફ જસ્ટીસને ખરાબ ચીતરે તે અપરિકવતા અને છોકરમત ગણાય. ચારેય જજ સામે મહાભિયોગ કાર્યવાહી થવી જોઈએ. હવે કોર્ટમાં બેસાડીને ચુકાદા આપવાની દૂર રહેવુ જોઈએ. આ પ્રથા ખોટી છે.
ચીફ જસ્ટીસે ખુલાસો કરવો જોઈએ: આશુતોષ
‘આપ’ના નેતા આશુતોષકુમારે કહ્યું કે ચીફ જસ્ટીસે રાષ્ટ્ર સમક્ષ ખુલાસો કરવો જોઈએ. લોકશાહીનો સ્થંભ બચાવવો જોઈએ. તાત્કાલીક યોગ્ય પગલા લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *