નોટબંધી-જીએસટીથી દેશની આર્થિક વ્યવસ્થાની કમર તૂટી ગઈ કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા સશકિતકરણ માટે કામ કરશે:રાહુલ

l1

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે વડોદરાના સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસની સરકાર ચૂંટાઈ આવશે તો ફકત ત્રણ-ચાર ઉદ્યોગપતિઓની સરકાર બનવાને બદલે લોકોની સરકાર બનીને કામ કરશે.
મધ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના આજના બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને સંબોધતાં વડા પ્રધાનની મનકી બાત ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં આજે મારા મનની વાત જેવું નહીં હોય, પરંતુ પ્રજા આ સરકારની સીધી ટીકા આલોચના કરી શકશે અને સરકાર પણ તમામ પ્રકારની આલોચનાને હકારાત્મક રીતે સાંભળીને પ્રજાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવશે.
તેમણે ખાનગીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આજે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઈએ. દેશમાં અત્યારે ફકત આઠ દસ ઉદ્યોગો પર જ ફોકસ કરાઈ રહ્યું છે. બેન્કમાં નોન પરર્ફોમિંગ એસેટ તરીકે જમા સાત લાખ કરોડથી ગુજરાતીઓની જન્મજાત સાહસિકતાને પ્રોત્સાહન મળી શકે છે અને જે બેન્િંકગ સિસ્ટમ ઠપ થઈ છે તેને બદલે રાજ્યના દરેક જિલ્લામાં ઉદ્યોગો વિકસાવી શકાય તેમ છે.
રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીથી દેશની આર્થિક વ્યવસ્થાની કમર તૂટી ગઈ હોવાનો ઉલ્લેખ કરતાં તત્કાલીન યુપીએ સરકારને જીડીપીના મામલે હાલની એનડીએ સરકાર કરતા બહેતર ગણાવી હતી.
રાહુલે રેલી દરમ્યાન આરએસએસમાં મહિલા ભાગીદારીને લઈને કહ્યું હતું કે, તેમનું (ભાજપા) સંગઠન આરએસએસ છે કેટલી મહિલાઓ છે તેમાં? શાખામાં ક્યારેય તમે મહિલાઓને જોઈ છે શોર્ટસમાં? મેં તો નથી જોઈ. બીજેપીની વિચાર સરણી એવી છે કે, મહિલા ચૂપ રહે અને કંઈના બોલે ત્યાં સુધી બધું જ બરબાર છે. જેવું કોઈ મહિલાએ પોતાનું મુખ ખેાલ્યું કે તુરત જ ચુપ કરાવી દેવાય છે તેએાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલા સશકિતકરણ માટે કામ કરશે.
રાહુલ ગાંધીએ ભાયલી અને પાદરા ખાતે લોકોને સંબોધ્યા હતા બાદમાં કરજણમાં મીટીંગ કરી ડભોઈ થઈ બોડેલીમાં જનસંબોધન કર્યું હતું. આજના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, પ્રભારી ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રવકતા શકિતસિંહ ગોહિલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ સહિતના અગ્રણીઓ હાજર હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *