નોટબંધીમાં સરકારે વચનભંગ કર્યો છે: સુપ્રિમની ફટકાર

supreme_court_scba

દેશમાં નોટબંધીના સમયમાં રૂા.૫૦૦-૧૦૦૦ ની ચલણી નોટો બદલવાનાં સર્જાયેલા ઘસારા દરમ્યાન એક ગર્ભવતી મહિલા આ નોટો બદલી ન શકતા તેણે સુપ્રિમ કોર્ટમાં ઘા નાખતા એક તરફ અદાલતે આ મુદ્દે કાંઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
તો બીજી તરફ સરકારે નોટબંધીનાં નિયમોમાં જે ફેરફાર કર્યા તેના પર પણ તિવ્ર નારાજગી વ્યકત કરતા કહ્યું કે તમોએ જ તમારા વચનનો ભંગ કર્યો છે. અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીમાં તા.૩૧ માર્ચ સુધીમાં રીઝર્વ બેન્કમાં આ રદ થયેલી ચલણી નોટો બદલાવી શકશે તેવી જાહેરાત કરી હતી. પણ બાદમાં સરકારે તે નિયમ બદલીને તા.૩૧ માર્ચ સુધીનો એનઆરઆઈ તથા નોટબંધીનાં સમય ગાળામાં જેઓ દેશ બહાર હતા તેઓ જ નોટો બદલાવી શકશે.
તેવુ જારી કર્યું હતું જોકે મહીલા જે ગર્ભવતી હોવાથી નોટબંધીનાં સમયમાં તેની રૂા.૫૦૦-૧૦૦૦ ની ચલણી નોટો બદલાવી શકી નહીં તે છેક સુપ્રિમમાં પહોંચી પણ સુપ્રિમે કહ્યું કે કદાચ તમો નોટો બદલવા જઈ શકતા ન હતા તો કોઈને પાવર ઓફ એટર્ની આપી દેવાની જરૂર હતી આ મહિલાને જાણ ન હતી તે દલીલ પણ ફગાવતાં સુપ્રિમે કહ્યું કે દેશભરમાં નોટબંધીનો હંગામો હતો તો પછી તમો કેમ અજાણ હતા. સુપ્રિમે આ અંગે મહિલાની અરજી દાખલ કરી નથી પણ સરકારને તેનો જે જવાબ આપવાનો, છે તે શુક્રવાર સુધીમાં દાખલ કરવાની સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *