નોટબંધીની જેમ હવે આવે છે સિક્કા-બંધી!

sikka

કેન્દ્રની મોદી સરકારના સત્તામાં ચાર વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે પોતાના કાર્યકાળમાં આર્થિક મોરચે અનેક સુધારાવાળા નિર્ણયો કર્યા છે. જેમાં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકાર એક વધુ નિર્ણય લઇ રહી છે જેમાં સરકાર નોટબંધી બાદ સિક્કાબંધીની તૈયારી કરી રહી હોવાના અહેવાલો છે.
નોઇડા, મુંબઇ, કોલકત્તા અને હૈદ્રાબાદની સરકારી ટંકશાળોમાં હાલ સિક્કાઓનું પ્રોડકશન બંધ કરી દેવાયું છે. આરબીઆઇના અધિકારીઓએ જાણકારી આપી હતી કે મંગળવારથી જ સિક્કા બનાવવાનું કામ બંધ કરી દેવાયું છે. આની પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે નોટબંધી બાદ મોટી સંખ્યામાં સિક્કા બનાવવામાં આવ્યા હતા. જે હજુ સુધી આરબીઆઇના સ્ટોરમાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. એક નોટીસ માનીએ તો આઠ જાન્યુઆરી સુધી રપ૦૦ એમપીસીએસ સિક્કાનું સ્ટોરેજ છે. આ કારણે આરબીઆઇના આગામી આદેશ સુધી સિક્કાનું પ્રોડકશન રોકી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ૮ નવેમ્બર ર૦૧૬ માં દેશમાં નોટબંધી લાગુ કરી હતી. પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોનો મોદીએ ગેરકાયદે જાહેર કરી હતી. આ નિર્ણય માટે કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર અને કાળા ધનને ખતમ કરવાનો તર્ક આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *