નોકરી અપાવવાનું તેમજ બદલી કરાવી આપવાનું કહી લાખોની કરી છેતરપીંડી

સરકારી અને બેંકની નોકરી અપાવવાનું જણાવી ઠગએ રૂા.૩,૯૫,૦૦૦ની છેતરપીંડી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ઈસનપુર વિસ્તારના અંબીકા ટેનામેન્ટમાં રહેતા નિવૃત્ત મામલતદારના પુત્ર અમીતકુમાર જશવંતલાલ રાવતે (ઉ.વ.૩૬) ઈસનપુર પોલીસ મથકમાં છેતરપીંડી બાબતે ભાવિક ગોવિંદભાઈ શાહ (રહે. માતૃ સાંનિધ્ય, ન્યુ મણિનગર) સામે ફરિયાદ નોંધાવી હતી.
અમિતભાઈ તેમના સંબંધીના ત્યાં ૧૦ મહિના અગાઉ ભાવિક સાથે મુલાકાત થઈ હતી. ભાવિક બીજા દિવસે અમિતભાઈને ત્યાં ગયો હતો અને ઈન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસની જાહેરાત બહાર પડી છે તમને રસ હોય તો ફોર્મ ભરી દો તેમજ નોકરી અપાવવાનું કહી રૂા.૨.૫૦ લાખ નક્કી કર્યા હતાં. તે પેટે રૂા.૧,૧૦,૦૦૦ અમિતભાઈએ આપ્યા હતાં.
અમિતભાઈએ તેઓના સગા સંબંધીઆને પણસરકારી નોકરી મળી જશે તેવું કહેતા તેમના ઘરમાં કામ કરતી મહિલાએ પુત્રીની નોકરી માટે રૂા.૪૦ હજાર, અમિતભાઈના સાળાએ રૂા.૧.૧૦ લાખ, સાઢુએ રૂા.૪૦ હજાર, તેમના મોટા સાળાની પત્નીએ રૂા.૫૦ હજાર લીધા હતાં.
તેવી જ રીતે ગુજકેટના માર્કસ વધારવા અને બદલી કરાવવાના બહાને બે જણાં પાસેથી ૩૫ હજાર લીધા હતાં. તેમજ વારંવાર ઉઘરાણી થતા ભાવિકે પોષ્ટમાં નકલી કોલ લેટર મોકલી ગાંધીનગર ઈન્ટવ્યુમાં બોલાવ્યા હતાં પરંતુ તે નકલી હોવાનું ખુલતા આખરે ફરિયાદ નોંધાવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *