નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેશે

Neha-Sharma-Hd-Wallpapers

 

હાલમાં રજૂ કરવામાં આવેલી અને સફળ રહેલી ફિલ્મ મુબારકામાં  ખાસ રોલમાં નજરે પડી ચુકેલી નેહા શર્મા બોલિવુડમાં  ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે. જો કે તેની પાસે સારી ફિલ્મો આવી રહી નથી. નેહા પાસે હાલમાં  કોઇ સારા પ્રોજેક્ટ રહૃાા નથી.  તેની પ્રથમ  હિન્દૃી ફિલ્મ ક્રુક ર૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર લોપ રહી હતી. ત્યારબાદ તે યમલા પગલા દિવાનામાં નજરે પડી હતી. તે જુદા જુદા બિઝનેસમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ક્લોિંથગ લેબલની પણ તે શરૂઆત કરી ચુકી છે. વર્ષ ર૦૧૦માં તે સૌથી ઝડપી આગેકુચ કરનાર લોકોની યાદીમાં સ્થાન મેળવી ગઇ હતી.  ઇમરાન  હાશ્મી સાથે ક્રુક ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી નેહા શર્માએ કહૃાુ છે કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી. વર્ષ ર૦૦૭માં તે તમિળ ફિલ્મમાં સૌથી પહેલા નજરે પડી હતી. ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૂળરીતે બિહારની નિવાસી નેહા શર્મા આડેધડ કોઇ ફિલ્મો કરવા માંગતી નથી. ભાગલપુરમાં માઉન્ટ કાર્મેલ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તે નવી દિલ્હીમાં નિટમાં ફેશન ડિઝાન કોર્સ મારફતે આગળ વધી છે. તેરી મેરી કહાની ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે નજરે પડી હતી. એકતા કપુરની ક્યાં સુપર કુલ હે હમમાં તે નજરે  પડી હતી. નેહા શર્માએ કહૃાુ છે કે તે સુપરમોડલ કેટ મોસને તેની ફેવરીટ ગણે છે. તેની સ્ટાઇલથી તે ભારે પ્રભાવિત રહી છે.  નેહા શર્માએ     પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ સાથે કરી હતી. તે જુદી જુદી ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *