નિરાશાજનક ફિટનેસ અને અન્ય કારણોસર દૂર પાક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીથી ઉંમર અકમલ પડતો મુકાયો

akmal

પહેલી જુલાઈ ર૦૧૭થી શરૂ થતાં વર્ષ માટે ૩૫ સેન્ટ્રલી કોન્ટ્ક્ટ ખેલાડીઓની પાકિસ્તાનની યાદી જાહેર થઇ ચુકી છે જેમાં ઉમર અકમલની બાદબાકી કરવામાં આવતા હવે તેની કેરિયર પૂર્ણાહૂતિના આરે દેખાઈ રહી ોહવાના અહેવાલ મળી રહૃાા છે. તેની ફિટનેસ પણ તેની કેરિયરમાં એક સમસ્યારુપ રહી છે. આ યાદીમાંથી હવે તેની બાદબાકી થઇ ગઇ છે. હાલમાં જ રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં તેના નામનો સમાવેશ કરાયો હતો પરંતુ ઇંગ્લન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત થાય તે પહેલા બે ફિટનેસ ટેસ્ટમાં તે નિષ્ફળ રહૃાો હતો જેથી તેને પડતો મુકાયો હતો. આજ કારણસર એપ્રિલ મહિનામાં વિન્ડિઝના પ્રવાસમાં પણ તેને પડતો મુકાયો હતો. તેને હવે કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાં પણ પણ પડતો મુકી દેવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડેમીમાં તેનો જોરદાર દેખાવ રહૃાો હતો અને એક વખતે એમ માનવામાં આવી રહ્યું હતું કે, તે પાકિસ્તાનના મહાન ખેલાડીઓમાં સામેલ થશે પરંતુ તેની ફિટનેસ મુશ્કેલરુપ રહી છે. આ ઉપરાંત તે વિવાદમાં પણ રહૃાો હતો. પસંદગીકારોએ ૧૫ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કર્યા છે. જેમાં હવે નિવૃત્ત થઇ ચુકેલા મિસ્બાહ ઉલ હક અને યુનુસ ખાનને પણ સામેલ રાખવામાં આવ્યા છે. પીસીબી દ્વારા મુખ્ય પસંદગીકાર ઇંઝમામ ઉલ હકના ભત્રીજા ઇમામ ઉલ હકને ઉભરતા ખેલાડીઓના વર્ગમાં રાખવામાં આવ્યો છે. કેટેગરી એમાં જે ખેલાડીઓ છે તેમાં અઝહર અલી, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ, યાસીર શાહ અને મોહમ્મદ આમિરનો સમાવેશ થાય છે જ્યારે કેટેગરી બીમાં બાબર આઝમ, ઇમાદ વાસીમ, આશાદ સાફીક, હસન અલીનો સમાવેશ થાય છે.

કેટેગરી સીમાં વહાબ રિયાઝ, રાહત અલી, હેરીશ સોહેલ, સામી અસલમ, શામ મસુદ, શોહેલ ખાન, ફખર જમામ, જુન્ૌદ ખાન, મોહમ્મદ અબ્બાસ, અહેમદ સહેઝાદનો સમાવેશ થાય છે. કેટેગરી ડીમાં જે ખેલાડીઓ છે તેમાં મોહમ્મદ નવાઝ, આશીફ, ઉસ્માન સલાઉદ્દીન સહિતના અનેક ખેલાડીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *