નાપા હાઈસ્કૂલમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

નાપા હાઈસ્કૂલમાં તા.૬, નવેમ્બરને સોમવારના રોજ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થીઓ પર કૃપા વરસે તે હેતુસર પ્રાર્થનાસભામાં સુંદર અને ભાવવાદી પ્રાર્થનાથી પ્રથમ દિનની શરૂઆત કરવામાં આવી હતી.

પ્રાર્થના સભામાં શાળાના આચાર્યે દ્વિતીય શૈક્ષણિક વર્ષ માટે સ્ટાફમિત્રો અને વિદ્યાર્થીઓને બિરદાવવાની સાથે સાથે દ્વીતીયસત્ર ખૂબ આનંદદાયક પ્રગતિમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવી મંગલભાવના વ્યક્ત કરી હતી.

શાળાના શિક્ષક એવા બી.આર. ભટ્ટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે વેકેશન દરમ્યાન એમણે કરેલા પ્રવાસના સંસ્મરણો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા અને એમના અનુભવોમાંથી ‘માનવધર્મ એ જ મોટો ધર્મ છે એવો બોધપાઠ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો.

સંસ્કૃત શિક્ષક મહેશભાઈ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને મહેનત કરશો તો ઈશ્વર એનું ફળ ચોક્કસ આપે જ છે. એવા બે ઉદાહરણો વિદ્યાર્થીઓને આપી મહેનત કરવા પ્રોત્સાહિત કર્યાં હતા.

ચૂંટણીની કામગીરીઅર્થે શાળાની મુલાકાતે આવેલા આર. કે. સાયન્સ કોલેજના પ્રોફેસર સુમનભાઈ અને શાહપુર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની પુર્ણાહૂતિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *