નાડાતોડ ગામે ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

પેટ્રોલીંગમાં નીકળેલ સાગટાળા પોલિસની ગાડી જોઈ પોતાની ગાડી નાડાતોડ ગામે રોડ પરજ મૂકી નાસી જતાં પોલિસે તે ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૫૭,૬૦૦/-ની કુલ કિંમતના વિદેશી દારૂની પેટી નંગ-૧૬ પકડી પાડી રૂપિયા ૪ લાખની કિંમતની ગાડી સહીત રૂપિયા ૪,૫૭,૬૦૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર એક બોલેરો ગાડીનો ચાલક તેના કબજાની જીજે ૩૪બી-૨૯૨૪ નંબરની ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ ભરી ખેપ મારવા નીકળ્યો હતો તે દરમ્યાન દે.બારીયા તાલુકાના નાડાતોડ ગામે રોડ પર પેટ્રોલિંગમાં નીકળેલ સાગટાળા પોલિસની ગાડી જોઈ ગાડીનો ચાલક પકડાઈ જવાના ડરથી ગાડી સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો જે ગાડીની પોલીસે તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૫૭,૬૦૦/-ની કુલ કિંમતની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રૂપિયા ૪ લાખની કિંમતની ગાડી મળી કુલ રૂપિયા ૪,૫૭,૬૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ આ સંદર્ભે સાગટાળા પોલિસે ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *