નવી વેરા સીસ્ટમથી વ્યાપારી-રાજકીય બન્ને અસર રસપ્રદ હશે: પીકચર તો અભી બાકી હૈ? GST: ગલતી સે ભી મિસ્ટેક ન કરના

a3

એક સમયે બનીયા પાર્ટી તરીકે જાણીતા જનસંઘ અને તેના હાલના સ્વરૂપ ભાજપ હવે દેશમાં બહુધા સતા પર છે તો તે સમયે તેણે પોતાની આ ઓળખ ગુમાવી દીધી છે? નાના વેપારીઓ-નાના ફેકટરી ધારકો માટે ભાજપ હંમેશા પહેલી પસંદ રહ્યું છે અને તેથી જ આ પક્ષને પ્રારંભમાં દિલ્હી જે દિલ્હી જે હિન્દી ભાષી વેપારીઓનુ થાણુ ગણાતું હતું. ત્યાં ઝડપી સફળતા મળી તો વેપારી રાજય તરીકે ગુજરાતમાં ભાજપને જે સ્ટાર્ટ મળ્યો તે આખા દેશમાં આ પક્ષને ભગવો મદદરૂપ થયો છે પણ નવેમ્બરની નોટબંધી અને હવે જુલાઈથી જીએસટી એ શું ભાજપને તેની આ પરંપરાગત મત બેન્કથી જુદો કરી રહ્યો છે? ગુજરાતમાં જ હવે જયારે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે અને પાટીદાર ફેકટર પર ભાજપને પણ ચિંતા છે તે સમયે શું વેપારી વર્ગ ભાજપથી દુર જશે!.

ભાજપના ગઢ ગણાતા સુરત-અમદાવાદમાં જે રીતે રેલીઓ યોજાઈ રહી છે તથા કાપડ સહીતનાં ઉદ્યોગો જીએસટીમાં હવે શું થશે તેવી દ્વિધામાં છે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ સતત બંધ છે અને સમાધાનના કોઈ પ્રયાસો સફળ થતા નથી તે સમયે જયારે ઓકટોબર-નવેમ્બરમાં જીએસટીની બીઝનેસ ઈફેકટ પ્રથમ વખત બહાર આવશે તો શું તે ભાજપ વિરૂધ્ધ જશે? ભાજપનો તર્ક છે કે દુ:ખના ઓસડ દહાડા અને તેથી નવેમ્બર આવતા બધુ ઠીક થઈ જશે. જેમ નોટબંધી સુખરૂપ પસાર થઈ ગઈ એવું જ જીએસટીનું થશે! પણ અહીં સપ્ટેમ્બર-ઓકટોબરમાં હાલ જીએસટીમાં આવરી લેવાયેલા વેપારી-નાના-એકમોએ તેનું પ્રથમ રીટર્ન ફાઈલ કરવાનું છે. તેઓએ જે માલ ખરીદયો હશે કે ઉત્પાદનમાં રો-મટીરીયલ વાપર્યું હશે તેના ટેકસ ક્રેડિટનો પણ પ્રશ્ર્ન આ સમયે આવશે અને તેમાં જીએસટી નેટવર્ક પણ બરાબર ચાલતું નહિં હોય તો હાલ કરતાં પણ મોટી અંધાધુંધીની શકયતા છે.  હાલની સ્થિતિ જોઈએ તો વેપારીઓએ નાના કારખાનેદારોએ જીએસટીને જેવા સમજયા તેવી રીતે બિલીંગ કરવા લાગ્યું છે પણ તે ઓફલાઈન જ છે નથી કોઈ ટેકસ સ્લેબની પુરી પારદર્શકતા કે નથી બિલીંગની પુરી સીસ્ટમની જાણકારી રૂા.૨૦ લાખથી નીચેના ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જીએસટી નંબર લેવાની જરૂર નથી પણ તે ફકત લોકલ (રાજય)ના વેપાર માટે નાના ઉત્પાદકો તેમનો માલ દેશભરમાં વેચે છે તેથી તેઓ કદાચ નીચુ ટર્નઓવર ધરાવે તો પણ જીએસટીમાં આવવુ પડશે. તેઓ જે રો-મટીરીયલ મેળવે તેના પર જીએસટી વસુલ થાય તો ટેકસ ક્રેડીટ મેળવવા જીએસટીમાં જવું પડશે. કોમ્પોઝીટ યોજના હેઠળ આવનારને પણ અનેક જો-તો છે અને તેનો અનુભવ આગામી ત્રણ-ચાર માસમાં થશે પછી? જો વેચનાર ખરીદનાર (બી-ટુ-બી) ના રીટર્ન મેચ ન થાય તો ટેકસ ક્રેડીટ અટકે તો વેપારીને લાખના બાર હજાર થશે અને જીએસટીમાં ભૂલથી પણ થનારી ભૂલ (ગલતી સે મિસ્ટેક) થશે તો પણ જેલ સજા સુધીની જોગવાઈ છે. સૌ પ્રથમ તો ભલે હાલ પ્રથમ રીટર્નની મુદત વધારી પણ હાલ મોટાભાગના બિલીંગ ઓફ લાઈન થાય છે અને ટેકસ રીટર્ન ફાઈલ કરવા માટે બિલીંગ એન્ટ્રી ઓનલાઈન (ડેટા એન્ટ્રી) કરવી પડશે માનો કે તે સમયે બધા વેપારી એકજ (આપણી માનસિકતા મુજબ) સમય ગાળામાં ઓનલાઈન એન્ટ્રી થશે તો તે સર્વર ઝીલી શકશે! સરકાર કહે છે કે તમારે મહિને ત્રણ નહિં પણ એક જ રિટર્ન ભરવાનું છે.બાકીના બે રીટર્ન તમારા પ્રથમ રીટર્નના આધારે ઓટો જનરેટ થશે પણ પ્રથમ રીટર્ન જ ઓ.કે હોય તો! હવે વેપારીના સીએ કે ટેકસ ક્ધસલ્ટન્ટ કોઈ ભૂલ કરે તો દંડાશે તો વેપારી જ!  જીએસટીની જોગવાઈઓ એટલી ગુંચવણભરી બનાવી છે કે તેમાં ખુદ સરકારી અર્થઘટન પણ સ્પષ્ટ નથી. પ્રથમ ત્રણ માસ-જુલાઈ-સપ્ટેમ્બરના અંતે જીએસટીના તમામ ત્રણ રીટર્નની પ્રક્રિયા પુરી થશે પછી જો ટેકસ ક્રેડિટ નહિં મળે તો? વેપારીઓના કરોડો ફસાઈ જશે અને હવે તો ફેસ્ટીવલ સીઝન આવી છે ઓગસ્ટથી નવેમ્બરમાં બજારોને સૌથી મોટી ઘરાકીની આશા હોય છે અને આ ગાળામાં જ જીએસટીનો પ્રથમ તબકકો પુરો થશે.

જો રાજકીય અસર જોઈએ તો પાટીદાર આક્રોશ વચ્ચે એ પણ ભુલવું ન જોઈએ કે મોટાભાગનાં પાટીદાર ખેડુત-નાના વેપારી છે. માર્કેટ યાર્ડથી લઈને મીની ઈન્ડસ્ટ્રીઝમાં તેમની હાજરી છે અને તેથી જો સપ્ટેમ્બર-ઓકટોબરમાં જીએસટી હાલત બગાડશે તો ગુજરાતમાં ભાજપ માટે નવી ચિંતા છે જ !

પણ અહી તર્ક એવો જ છે કે ભાજપ જીતવાનું છે તેવા પ્રચારના કાર્પેટ બોમ્બીંગથી લોકો જે પાર્ટી જીતવાની હોય તેને જ મત આપે છે જે ફેકટર ભાજપના ફેવરમા હશે તો કોંગ્રેસની સામે વેપારીઓની ફરિયાદ છે કે તે અમારા દુ:ખના સમયમાં સાથે આવતી નથી ભૂતકાળમાં વેપારીઓનાં પ્રશ્ર્નો ઉભા થતા કે તુર્તજ ભાજપના નેતાઓ તેમની સાથે આવેદનપત્ર આપવા પણ દોડી જતા પણ કોંગ્રેસ જીએસટી મુદ્દે નિવેદન કરે છે પણ વેપારીઓની વચ્ચે જતી નથી.

હાલ વેપારીઓ ખુલ્લે આમ સરકારની વિરૂદ્ધમાં જશે નહિં કારણ કે આખરે તેઓને પનારો તો આ સરકાર સાથે જ છે.

કોર્પોરેટ જગતને કેમ સાચવવું તે ભાજપને આવડે છે અને હવે દિલ્હીથી જ તેનું સંચાલન થાય છે તો નાના-મધ્યમ વેપારીઓનો આક્રોશ હાલ તો છે પરંતુ તે ટકશે કેટલો તે પ્રશ્ર્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *