નવી ફેકલ્ટી શરૂ કરવા સૂચનો કરાયા સી.ડી. પટેલ મંડળના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ

તલોદ કોલેજ સંચાલિત શ્રી સીડી પટેલ મહાવિદ્યા મંડળના નવા ચૂંટાયેલા હોદ્દેદારોની એક મિટિંગ સંસ્થાના ચેરમેન અનારબેન પટેલની અધ્યક્ષતામાં  અને હોદ્દેદાર રતિભાઈ શાહના નિવાસ સ્થાને મળી હતી. સંસ્થાના પ્રમુખ તુષારભાઈ પટેલે કારોબારીની મીટિંગના એજન્ડાના કામોની રજુઆત કરીને હોદ્દેદારો તથા ચેરમેનના સૂચનો માગ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના તથા કેન્દ્રમાં અને યુનિવર્સિટી કક્ષાઓના સંચાલક મંડળના સંસ્થાના પ્રતિનિધીતરીકે અનારબેન પટેલને મોકલવાનું નક્કી થયું હતું. જ્યારે સાયન્સ કોલેજના માજી આચાર્ય તથા અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજના આચાર્ય તરફથી શ્ર્વેતાંબર સમાજના આગેવાન ડો. બી. કે. જૈનને શિક્ષણ સુધારણા સમિતિ રચીને તેને સંપૂર્ણ અધિકાર આપીને તેના ચેરમેન તરીકે  સંસ્થાના ટ્રસ્ટી રોનકભાઈ પટેલને મુકવા માટે નિર્ણય થયો  હતો. આ ઉપરાંત તેજસ્વી અને પ્રથમ નંબર ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો અને તેમની રજુઆત માટે વિદ્યાર્થી કાઉન્સીલ ઓફ સ્ટુડન્ટની રચના કરવાનો નિર્ણય થયો હતો.

સંસ્થાનો વિકાસ અને વૃદ્ધી થાય તે માટે નવી નવી ફેકલ્ટી શરૂ કરવા માટેની મીટિંગના પ્રમુખ સ્થાનેથી અનારબેનપટેલે સુચનો કર્યા હતા. જેને સર્વેએ તેનો અમલ કરવાની ખાત્રી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *