નવી દિલ્હી ખાતે આજે ગુજરાત ભવનના નવા મકાનનું મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે ર૫ સપ્ટેમ્બરે  સવારે નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીનમાં નિર્માણ પામનારા નવા ગુજરાત ભવનનું ભૂમિપૂજન કરશે.

આ નવું નિર્માણ થનારું ગુજરાત ભવન કેન્દ્ર સરકારના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ  વખતો વખત કરેલી રજૂઆતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાનીના પ્રાઈમ એરિયા ર૫ બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. આ નવા ગુજરાત ભવનની ભૂમિપૂજન વિધિમાં નાયબ મુખ્યમંત્રી નીતિન  પટેલ, વિધાનસભા અધ્યક્ષ

રમણભાઈ વોરા, પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ અને કેન્દ્ર સરકારમાં ગુજરાતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ૬૯ રૂમ્સ બેઠક રૂમ સહિતની આધુનિક સુવિધા સાથેનું આ ગુજરાત ભવન ૧૮ માસમાં તૈયાર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *