‘નલિયા-કાંડ’ના સંદર્ભે ન્યાયિક તપાસ પંચની રચના ગાંધીનગર તા.‘નલિયા-કાંડ’ના સંદર્ભે ન્યાયિક તપાસ પંચની રચના

l2

જયમાં સતારૂઢ ભારતીય જનતા પક્ષ માટે શર્મનાક એવા અતિ ચર્ચીત નલિયા (કચ્છ)ના સામૂહિક યૌન શોષણ કાંડની તપાસ માટે ગુજરાત સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ એ.એલ.દવેની આગેવાની હેઠળનું તપાસ પંચ ત્રણ મહિનામાં તેમનો પ્રથમ રિપોર્ટ આપશે, તેમ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે નલીયા-કચ્છમાં એક પરપ્રાંતિય પરિણીતા પર ભારતીય જનતા પક્ષના સ્થાનિક અગ્રણીઓએ જાતિય દુર્વ્યવહાર કર્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનાથી ભાજપ શાસીત રાજય સરકાર ઉપર ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસે ભારે હલ્લો મચાવ્યો હતો.૧૬
રાજયમાં સતારૂઢ ભારતીય જનતા પક્ષ માટે શર્મનાક એવા અતિ ચર્ચીત નલિયા (કચ્છ)ના સામૂહિક યૌન શોષણ કાંડની તપાસ માટે ગુજરાત સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ એ.એલ.દવેની આગેવાની હેઠળનું તપાસ પંચ ત્રણ મહિનામાં તેમનો પ્રથમ રિપોર્ટ આપશે, તેમ આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે નલીયા-કચ્છમાં એક પરપ્રાંતિય પરિણીતા પર ભારતીય જનતા પક્ષના સ્થાનિક અગ્રણીઓએ જાતિય દુર્વ્યવહાર કર્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનાથી ભાજપ શાસીત રાજય સરકાર ઉપર ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસે ભારે હલ્લો મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *