નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી ૪.૮ ડિગ્રી

l1

સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂર્વ અનુમાન મુજબ જ જાન્યુઆરીના આરંભે જ અંતે ઠંડીએ રંગ દેખાડયો છે અને બે દિવસમાં બે થી છ ડીગ્રી ઘટેલા તાપમાને ટાઢોળુ છવાઇ ગયું છે. તો સતત પાંચ થી પંદર કિ.મી.ની ઝડપે રાત-દિવસ ફુંકાતી શીતલહેરથી લોકોને ધ્રુજારી અનુભવી રહી છે.
દરમ્યાન ચાલુ શિયાળામાં સૌથી પ્રથમવાર પાંચ ડીગ્રીથી નીચે પારો પહોચી ગયો છે અને નલીયા ૪.૬ ડીગ્રી સાથે રાજ્યભરમાં ઠંડુગાર રહ્યું હતું. ચાલુ વર્ષે ડીસેમ્બર મહિના સુધી શિયાળો જામ્યો ન હતો અને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ જેવા ઉત્તરભારતના ઠંડા પ્રદેશોમાં પણ હજી કાતીલ ઠંડીએ રંગ દેખાડયો નથી પરંતુ સતત ઉત્તર-પૂર્વના ફુંકાતા તેજ ગતિના પવનની અસર હેઠળ અંતે તાપમાન ગગડવા લાગતા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો નીચે ઉતર્યો છે.
જેમાં ૪.૬ ડીગ્રી સાથે કચ્છના રણકાંઠાનો નલિયા થીજી ગયું હતું. તો રાજ્યમાં અન્યત્ર ડીસામાં ૯.૧ ડીગ્રી, કંડલામાં ૯.૮ ડીગ્રી, ગાંધીનગરમાં ૧૦ ડીગ્રી સાથે કાતિલ ઠંડીનો દોર જોવા મળતો હતો.
સાથે શીતલહેરની વધુ ઝડપને કારણે રસ્તા પર લોકોની અવરજવર ઘટી ગયેલી જોવા મળતી હતી.
કાતિલ ઠંડીની અસર જનજીવન પર વર્તાઈ છે ત્યારે તાપી જિલ્લાના ઘાસિયામોઢા ગામે ઠંડીના કારણે ૪૫ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટમાં ગઇકાલ કરતા પણ તાપમાન આજે નીચુ ઉતર્યુ હતું. ગઇકાલે મહત્તમ તાપમાન ર૯.૩ ડીગ્રી નોંધાયા બાદ દિવસભર ૮ કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફુંકાતી સતત શીતલહેરને કારણે ન્યુનતમ તાપમાન ગઇકાલના તાપમાનમાં ૧.ર ડીગ્રી પટકાઇને ૧૧.પ ડીગ્રી સુધી નીચે ઉતરી ગયું હતું જેને કારણે વ્હેલી સવારે ઠીંગરાતા જોવા મળ્યા હતા.
તો સવારે મોડે સુધી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરમાં શીતલહેરને પગલે ૮.૩૦ વાગ્યે સવારે ન્યુનતમ તાપમાન માત્ર બે ડીગ્રી ઉંચકાઇને ૧ર.૮ ડીગ્રી સુધી પહોચ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને પપ ટકા જેટલું થઇ ગયું હતું. જેથી સુકા પવનોથી શહેરના વાતાવરણમાં ટાઢોળુ છવાઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *