નદી પર મોટર સાયકલને ૭૫ ફુટ બેકફ્લિપ કરાવીને વિક્રમ સર્જયો

bikerb

ટ્રેવિસ પેસ્ટ્રાના નામના એકસસ્ટ્રીમ સ્પોટર્સના શોખીને લંડનની થેમ્સ નદી પર અનોખો વિક્રમ બનાવ્યો છે. એ માટે નદીમાં ૭પ ફૂટના અંતરે બે તરતાં પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતાં.
૧૧ વર્ષ પહેલાં લોસ એન્જલસની એક નદી પર માઇક મઝગર નામના સ્ટન્ટમેને આવો પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, પણ એમાં મોટરબાઇકચાલક બહુ જ ખરાબ રીતે ઇજા પામ્યો હતો. ત્યારબાદ કોઇ સ્ટન્ટમેને આ પ્રયોગ કરવાની હિંમત નહોતી કરી. એક પ્લેટફોર્મ પરથી તેણે સ્પીડમાં બાઇકને ચલાવીને પાણીની ઉપરના ભાગમાં બેકફિલપ કરીને એકદમ સેફ લેન્ડિંગ બીજા પ્લેટફોર્મ પર કર્યુ હતું. ત્યારબાદ ફરીથી તે બીજા પ્લેટફોર્મની પીક પર આવ્યો હતો અને સ્ટન્ટ કમ્પ્લીટ કર્યાની ખુશી વ્યકત કરી હતી. ટ્રેવિસ પેસ્ટ્રાનાએ આવા સ્ટન્ટ કરતી વખતે ભૂતકાળમાં પોતાના જ શરીરનાં લગભગ ૯૦ હાડકાં તોડયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *