નકલી પીઆઈ ઝડપાયો

l1

શહેરના રામોલ પોલીસ મથકમાં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાના એન્ટીકરપ્શન એન્ડ ક્ર્રાઈમ કંટ્રોલ કમિટિના વીજીલન્સ ઈન્સ્પેકટર લખેલી ગાડીમાં રેાફ જમાવવા આવેલો નકલી પીઆઈ ઝડપાઈ ગયો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરના રામોલ પોલીસ મથકમાં સેન્ટ્રો ગાડી લઈને એક યુવાન પ્રવેશ્યો હતો તેની ગાડીના આગળના ભાગે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ કંટ્રોલ કમીટી વીજીલન્સ ઈન્સ્પેકટર (ગુજરાત સ્ટેટ)લખેલું હતું. તેણે પોલીસ સમક્ષ રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે, પોલીસે તેનું આઈકાર્ડ નિહાળી શંકા જતાં ઝીણવટીભરી પૂછપરછ કરતા તે નકલી પીઆઈ હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા પ્રિતેશકુમાર રાજેન્દ્રકુમાર રાવલ (ઉ.વ.૩૫, રહે. શ્રેયાંસનાથ સોસાયટી, નરોડા)ની પોલીસે ધરપકડ કરી તેની ગાડી પણ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *