ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર એસટી રૂટ બંધ કરવામાં આવ્યો હળવદ-ધ્રાંગધ્રામાં જૂૂથ અથડામણ થતાં એકનું મોત:પાંચથી વધુને ઈજા

morbi11

તાજેતરમાં ધ્રાંગધ્રાના અગ્રણીની થયેલી હત્યાના સંદર્ભમાં આજે બપોરે જૂથ અથડામણો થતા સુરેન્દ્રનગર જિલ્લામાં ભયનું વાતાવરણ સર્જાયું હતું તેમજ તંગદિલી વ્યાપી ગઈ હતી.
ટોળાંઓએ ખાનગી ગોળીબાર કરી, વાહનોને આગ ચાંપી ઘાતક હુમલો કરતાં એકનું મોત નીપજ્યું હોવાનું અને અડધો ડઝન વ્યકિતને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર, ચુડી અને સોલડી ગામે એસીઆરપી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ઈન્દ્રસીંહ ઝાલાની તાજેતરમાં હત્યા થઈ હતી અદાવતના કારણે ભરવાડ સમાજની વ્યકિતઓએ કાર ઉપર હુમલો કરી તેઓની હત્યા કરી હતી.
ઈન્દ્રસીંહનું આજે ધ્રાંગધ્રા ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. દરમ્યાનમાં આક્રોશના કારણે હળવદ, ધ્રાંગધ્રા, ચુલી, સોલડી વિસ્તારમાં હુમલાના બનાવો બનતા તેમજ જુથ અથડામણ થતાં તંગદિલી વ્યાપી ગઈ હતી. હળવદ અને ધ્રાંગધ્રામાં ખાનગી ગોળીબાર, તીક્ષ્ણ હથિયારથી હુમલાના અને આગજની તેમજ પથ્થરમારાની ઘટનાઓ બનતા નાસભાગ મચી ગઈ હતી અને ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
આ હુમલાઓમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે અડધોડઝન વ્યકિતઓને ઈજાઓ થઈ હતી. આ સમાચારોના પગલે તંગદિલી વ્યાપી જતાં ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગરમાં પણ બજારો બંધ થઈ ગયા હતા.
ટોળાંઓએ ૨૫ જેટલા બાઈક અને કારની તોડફોડ કરી આગચાંપી હોવાના અહેવાલો પણ જાણવા મળ્યા હતા બનાવની જાણ થતા મોરબી અને સુરેન્દ્રનગરના એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ મામલો ગંભીર જણાતા આ તોફાનગ્રસ્ત વિસ્તારોમાં એસઆરપી અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
મામલો વધુ બીચકતા અને તંગદિલી વધતા રાજ્યના પોલીસવડાએ તુરત જ સમીક્ષા કરી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ આઈપીએસ ડીએન પટેલને હળવદ, બ્રિજેષ ઝાને ધ્રાંગધ્રા અને અજય ચૌધરીને તાત્કાલીક હવાલો સોંપી મામલો શાંત કરવા ત્યાં રવાના કર્યા હતાં.
જુથ અથડામણ ચુલી, સોલડી, હળવદ પાસે ધ્રાંગધ્રા ખાતે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગરમાં બજારો સ્વયંભૂ બંધ થઈ ગયા હતાં અથડામણ સંદર્ભે સુરેન્દ્રનગર- ધ્રાંગધ્રા એસ.ટી. રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રામાં ટોળાએ દુકાનને આગ, ચાંપી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *