ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

આજથી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે સવારે ધો.૧૦ની પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમને આવકારવામાં આવ્યા હતા મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે ધો.૧૦માં મુખ્ય ભાષાનું પેપર હતું ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી વિષયનું પેપર હતું સવારે વિદ્યાર્થીઓના હાથમાં પેપર આવતા જ વિદ્યાર્થીઓ ભારે ખુશખુશાલ જણાતા હતાં પેપર થોડું લેન્ધી હતું પરંતુ સરળ હોવાના કારણે પેપર હાથમાં આવતા જ અભ્યાસ કર્યાં બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં મશગુલ બની ગયા હતા આમ પ્રથમ દિવસે જ પેપર પ્રમાણમાં સરળ નીકળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશાલીનું મોજુ ફરી વળ્યું હતું અને આગામી પેપર માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી.

આજથી ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને પ્રથમ વખત પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓને પુષ્પ આપીને તથા કંકુનું તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમા તથા વિપક્ષ નેતા શંકરિંસહ વાઘેલાએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાતા વિદ્યાર્થીઓમાં પણ હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી.

પરીક્ષોઓને  ધ્યાનમાં રાખી રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર ખાસ કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદના તમાામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં કોઈ વિદ્યાર્થીઓ ગેરરીતિ કે કોપી કરી ન શકે તે માટે ખાસ ચેકિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેમ જ દરેક વિષયના પેપર દરમિયાન વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રિંસહ ચુડાસમાએ ગાંધીનગર ખાતે સેકટર ર૩ની સ્વામિનારાયણ ગુરૂકૂળ શાળામાં પરીક્ષાર્થી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને  પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રિંસહ ચુડાસમાએ પરીક્ષાઓ શાંતિમય વાતાવરણમાં યોજાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તે માટે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રેે સંપૂર્ણ વ્યવસ્થા કરી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, પરીક્ષાઓ જીવન કારકકિર્દિનું એકક સોપાન છે સ્વસ્થ અને શાંત ચિત્તે પરીક્ષાઓ આપી ઉતીર્ણ થઈએ.

જયારે શિક્ષણ રાજય મંત્રી નાનુભાઇ વાનાણી તથા જયદ્રથિંસહ પરમારે પણ ગાંધીનગરની અલગ અલગ શાળાઓમાં હાજર રહી પુષ્પગુચ્છ અક્પણ કરી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *