ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરાનું ઝળહળતું પરિણામ

રોયલ સ્કૂલ ઓફ સાયન્સ, ધાનેરાનું ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહનું માર્ચ-ર૦૧૭માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવેલ છે. અંગ્રેજી માધ્યમમાં સતત ત્રીજા વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવેલ છે. જેમાં પ્રથમ ક્રમે વિશાલ પુરોહિતે ૯૪.૭૬ પીઆર મેળવીને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે  ગુજરાતી માધ્યમનું પરિણામ ૯ર.૩૦ ટકા મેળવેલ છે. જેમાં ચૌધરી ભરત રૂગનાથભાઈ ૯૩.૫૮ પીઆર મેળવી અને શાળામાં પ્રથમ ક્રમ મેળવેલ છે. રોયલ સ્કૂલ ઓફ સાયન્સનું ઓવરઓલ બન્ને માધ્યમનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૯૫ ટકા મેળવી શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. શાળાના મેનેજિંગ ડીરેક્ટર નારણિંસહજી વાઘેલાએ ઝળહળતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *