ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે બોર્ડ દ્વારા કડક નિયમો જાહેર

l4

આગામી મહિને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે બોર્ડ દ્વારા આકરા નિયમો જાહેર કરાયા છે.
આ બંને પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓને કરવામાં આવનારી સજા બાબતે ૩૩ પ્રકારની ગેરરીતિઓનું લીસ્ટ શાળાના નોટીસ બોર્ડ ઉપર પ્રથમવાર જોવા મળશે.
ગત વર્ષે કેટલાંક વિદ્યાર્થીઓ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ સાથે ઝડપાયાહતા આ બાબને ધ્યાનમાં રાખી બોર્ડે મોબાઈલ કે અન્ય કોઈ ઈલેકટ્રોનિકસ ચીજ સાથે પકડાયેલા વિદ્યાર્થી માટે કડક નિયમો જાહેર કર્યા છે.
નિયમ મુજબ વિદ્યાર્થીની તેસમયની પરીક્ષા રદ કરી દેવામાં આવશે તેટલું જ નહીં બે વર્ષ માટે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા પણ આપી દેવામાં આવશે નહીં જો કે, આ પ્રકારના નિયમોથી વિદ્યાર્થીઓના માનસ પર કોઈ નકારાત્મક અસર નહીં થાય પરંતુ વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવાનો બોર્ડનો હેતુ છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ઉત્તરવહી ઉપરથી સ્ટીકર ઉખાડવાનો પ્રયાસ કરવો, શાંકેતીક ઈશારો કરવા, ઘાતક હથિયારો, મોબાઈલ ફોન લાવવા, ઉત્તર વહીમાં ચલણી નોટો જોડવી આવી બધી બાબતો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં શિક્ષણ વિભાગના નિયમોનો શાળાના આચાર્યો દ્વારા વિરોધ થયો હતો તેવામાં આ નિયમો આવતા ગણગણાટ શરૂ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *