ધાનેરામાં સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની પાંખી હાજરી

સરકાર દ્વારા લોકોને  સરકારી યોજનાઓ સહીત  તમામ વહીવટી કામો એકજ સ્થળે સરળતાથી થઇ શકે તેવા હેતુ થી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે પરંતુ તે ઉદેશ્ય ધાનેરામાં આજે  યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં સાર્થક થતો જોવા મળ્યો નહતો

ધાનેરામાં પાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમની યોગ્ય જાહેરાત ના કરવામાં આવતા અને લોકોને સેવસેતુ ની જાણ જ ના હોવાથી આજે ધાનેરાની  વિદ્યાલય ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની  પાંખી  ઉપસ્થિતિ જોવા  મળી હતીઅને કાર્યક્રમમાં મોટા ભાગના ટેબલો પર કોઈજ કર્મચારી જોવા મળતા નહતા જયારે હાજર કર્મચારીઓને અરજદારો વગર નવરા બેસી રહેવું પડતું જોવા મળ્યું હતું ત્યારે માત્ર કાગળ પર જ સેવા સેતુ કાર્યક્રમ થતો હોવાનું જણાયું હતું જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડી ને અહીં બેસે છે જેમાં ઓફિસના કાર્યો પણ અટકે છે અને સેવા સેતુ કાર્યક્રમનો પણ હેતુ સરતો નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *