દેશભરના યુનિવર્સિટીઓ અને કોલેજોના ૭.૫ લાખ અધ્યાપકોને ૭મા પગારપંચનો લાભ મળશે

કેન્દ્ર સરકારે આજે જાહેર કર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યોની યુનિવર્સિટીઓના અધ્યાપકોને ૭મા પગાર પંચનો લાભ મળશે. આમ થતાં આ અધ્યાપકો માટે દિવાળીનો ઉત્સવ વહેલો આવી ગયો છે. આ પગલાંથી ૭.૫૧ લાખ યુનિવર્સિટી અધ્યાપકોને લાભ મળશે. સરકારે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રતિ શકિતશાળી લોકોને આકર્ષવામાં આવી સહાય મળશે.
કેન્દ્રના માનવ સંસાધન વિકાસના મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યોની ૩૨૯ યુનિવર્સિટીઓ અને ૧૨,૯૧૨ કોલેજોના સહાયક અને સંલગ્ન અધ્યાપકોને આ લાભ ૧ જાન્યુઆરીથી ૨૦૧૬થી મળશે. કેન્દ્ર સરકારના ભંડોળથી ચાલતી સર્વ ડીમ્ડ યુનિવર્સિટીઓ અને ૪૩ કેન્દ્રીય યુનિવર્સિટીઓના અધ્યાપકોને આ લાભ મળશે.
પ્રકાશ જાવડેકરે કેબિનેટની બેઠક પછી આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વધારાથી વેતનમાં આશરે ૨૨-૨૮ ટકાનો વધારો થશે.
આ જાહેરાત સમયે કેન્દ્રીય મંત્રીઓ રવિશંકર પ્રસાદ અને ધમેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત હતા. કેન્દ્રીય કેબિનેટે સ્કિલ ઈન્ડિયા મિશનને આગળ વધારે તેવી પહેલોને પણ મંજુરી આપી હતી.
ધમેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, એક લાખ ભારતીય યુવાનોને જાપાનમાં આવતા ત્રણ વર્ષ સુધી તાલીમ અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *