દેશના હિતમાં વોટીંગ કર્યુ છે:છોટુ વસાવા

જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાનો મત બહુ મહત્વનો અને ગેમ ચેન્જર હતો. છોટુ વસાવાએ મતદાન કર્યા બાદ તેમણે કોને મતદાન કર્યું તે ફોડ પાડયો ન હતો પરંતુ એટલું કહ્યું હતું કે, તેમણે દેશના હિતમાં વોટીંગ કર્યું છે. સાંજે જેડીયુના કે.સી. ત્યાગીએ સ્પષ્ટ કર્યું હતું કે, જેડીયુનો મત ભાજપને મળ્યો છે. નીતિશકુમારે ભાજપની તરફેણમાં મત માટે નિર્દેશ આપ્યો હતો. જો કે, જેડીયુના ગુજરાત એકમ તરફથી ત્યાગીના નિવેદનને ફગાવાયા હતું.

જેડીયુ, ગુજરાતના નેતા અંબાલાલ જાદવે જણાવ્યું હતું કે, છોટુ વસાવાએ કોંગ્રેસના એહમદ પટેલને જ મત આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *