દેવગઢ બારીયામાં કારમાં બાંધેલા ગૌવંશ મળ્યાં

ગૌ-તસ્કરો અવનવી તરકીબો અજમાવી ગાયોની હેરાફેરી કરતા હોય છે, પરંતુ ગૌ રક્ષકોની સતર્કતા થકી ગમે તેવા માર્ગે ગૌ તસ્કરી રોકવામાં સફળતા પ્રાપ્ત થતી હોવાની અનુભૂતિ દાહોદ ગૌ રક્ષાદળ અને બારીયા પોલીસના સંયુક્ત ઓપરેશને કરાવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદથી કેટલાક ઈસમો પોતાની મોંઘી કારમાં માણસોને બદલે ગાયોને બેસાડી ગોધરા તરફ જવાના હોવાની બાતમી ગૌ રક્ષા દળના સભ્યોને થતા તેનો પીછો કર્યો હતો. તેઓએ આ અંગે દેવગઢ બારીયા પોલીસને જાણ કરતા દેવગઢ બારીયા પોલીસ પણ ઈન્ડિગો મોટરકારની પાછળ લાગી હતી તથા ભથવાડા ટોલનાકા ઉપર ઘેરાબંધી કરી હતી. શંકાસ્પદ હિલચાલ જણાતા આ ઈન્ડિગા મોટરકારના ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાં બાંધેલા ગૌધન મળી આવ્યા હતા. પોલીસે આ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગૌ વંશને બારીયા ખાતે સ્રી રણછોડરાય મંદિરની મુરલીધર ગૌશાળામાં મોકલી આપેલ છે. ઈન્ડીકા ગાડીના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *