દુબઈમાં ભારતીય સમુદાયના લોકોને મોદીનું સંબોધન ચોક્કસ સમય પહેલા તમામના સપના પૂર્ણ કરવા માટે ખાતરી

DVvYAa6W0AAKmXV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઇના પ્રવાસ દરમિયાન આજે છવાઈ ગયા હતા. દુબઈના ઓપરા હાઉસમાં મોદીએ જોરદાર સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહૃાા હતા. તે પહેલા હિન્દૃુ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. ૫૫૦૦૦ વર્ગ મીટર જમીનમાં બની રહેલા આ મંદિરને પશ્ર્ચિમ એશિયાના પથ્થરથી બનેલા પ્રથમ હિન્દૃુ મંદિર તરીકે ગણવામાં આવે છે જેમાં બીએટીએસ સંસ્થા દ્વારા સક્રિયરીતે રસ દર્શાવીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ ગાળા દરમિયાન મોદીએ યુએઇમાં રહેતા ભારતીય લોકોને સંબોધન કર્યું હતું. દુબઈના ઓપેરા હાઉસમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કદાચ કેટલાક દશકો ાદ ભારતના અખાત દેશો સાથે આટલા મોટાપાયે અને વ્યાપક સંબંધો સ્થાપિત થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતની પ્રગતિ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારતને ગ્લોબલ બેંચમાર્ક સુધી લઇ જવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. મોદીએ ઉમેર્યું હતું કે, ભારતના લોકોને હવે ગર્વ થઇ રહ્યું છે કે, અખાતના દેશોમાં ૩૦ લાખથી પણ વધારે ભારતીય સમુદાયના લોકો અહીંની વિકાસ યાત્રામાં ભાગીદાર બની રહૃાા છે. ભારતીય સમુદાયના લોકોએ આને પોતાના ઘર તરીકે ગણીને કટિબદ્ધતાની સાથે અહીંના લોકોના સપનાઓને પૂર્ણ કરવા ભૂમિકા ભજવી છે. મોદીએ યુએઇના તમામ નેતાઓ અને શાહી પરિવારન પ્રશંસા કરી હતી. મોદીએ ઉમેર્યું હતું કે, જ્યારે ક્રાઉન પ્રિન્સે મંદિર બનાવવાની વાતને આગળ વધારી ત્યારે તમામને આશ્ર્ચર્ય થયું હતું. તેઓ ક્રાઉન પ્રિન્સનો સવા સો કરોડ ભારતીયો તરફથી આભાર માને છે. મંદિરનું નિર્માણ બંને દેશોની સદ્ભાવનાના સેતુ તરીકે થશે. અમે એવી પરંપરામાં ઉછર્યા છે જ્યાં મંદિર માનવતાના સ્થાન તરીકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *