દિવાળીમાં મીઠાઈ-ફરસાણ મોંઘા થશે

દિવાળીનો પર્વ નજીકના દિવસમાં છે ત્યારે સૌ કોઈ દિવાળીના તહેવારની તૈયારી કરવામાં લાગી ગયા છે.

દર વર્ષે મીઠાઈ ફરસાણમાં ૧૦ ટકાનો ભાવ વધારો જોવા  મળતો હતો પણ આ વર્ષે જીએસટી લાગતા તેના ભાવમાં અંદાજે ર૦ થી રર ટકાનો ભાવ વધારો જોવા મળશે એટલ કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મીઠાઈ ફરસાણ કડવા સાબિત થશે.

આમ, તો  મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે ત્યારે મોદી સરકારે જીએસટીનું ભૂત ધુણાવતા ગૃહિણીઓના  બજેટમાં કાપ મુકાવા પામશે. મીઠાઈ-ફરસાણની ખરીદીમાં ઘટાડો થવાની સંભાવના વેપારીઓને  સતાવી રહી છે. દિવાળીમાં મીઠાઈની સાથે સાથે ડ્રાયફ્રુટસનું પણ વેચાણ વધુ થાય છે. અંજીર, પિસ્તાના  ભાવમાં પ ટકા વેટ હતો જે વધીને હવે ૧ર ટકા જીએસટી લાગુ થયો તો વળી ઘી ના ભાવમાં પ ટકા વેટ હતો જે વધીને ૧ર ટકા  જીએસટી થયો તેથી કાજુ કતરી, અંજીર રોલ, મોહનથાળ, બરફ સહિત ઘી અને ડ્રાયફ્રુટસથી બનતી તમામ મીઠાઈઓ મોંઘી થશે. એટલે દરેક ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે.

દિવાળીના તહેવારમાં હવે મુખવાસનું સ્થાન ચોકલેટે લીધું છે. જ્યારે ચોકલેટ એ લકઝરી આઈટમ બની ગઈ છે. આમ, ચોકલેટ ઉપર ર૮ ટકા  જીએસટી લાગતા તે પણ મોંઘી બની ગઈ છે. ચોકલેટ બેકરી આઈટમ  અને  ચોકલેટ બરફ સહિત ચોકલેટની મીઠાઈઓન ાભાવમાં ૧૦૦થી ર૦૦ ટકાનો વધારો થયો છે જે મીઠાઈ શોખીનોને ઝાટકો આપશે. આમ, બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર ચાંદીનો વરખ મોટાભાગની મીઠાઈઓમાં વપરાય છે જેના ભાવમાં વરખવાળી મીઠાઈ ૩ ટકા જીએસટી જ્યારે ફરસાણમાં ૧ર ટકા જીએસટી લાગુ પડતા ફરસાણ અને મીઠાઈઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી ખરીદી ઓછી થવાની સંભાવના વેપારીઓને સતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *