દિલ્હી-NCRમાં ધુમ્મસના કારણે કાર અકસ્માતમાં ૪ નેશનલ પ્લેયર્સના મોત

lift

દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં ઘેરા ધુમ્મસના કારણે રસ્તા પર અકસ્માતની ઘટના વધી રહી છે. આજે વહેલી સવારે દિલ્હીના પાનીપત હાઈવે પર સિંધુ બોર્ડર પાસે એક કાર અકસ્માતમાં ચાર નેશનલ લેવલના પાવર લિટર્સના મોત થયા છે. જ્યારે  બે પ્લેયર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ તમામ પ્લેયર્સ વેઈટ લિટિંગના નેશનલ પ્લેયર્સ હતા. ઘાયલ  બંને પ્લેયર્સને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે દિલ્હી-પાનીપત નેશનલ હાઈવે પર સિંધુ બોર્ડર પાસે વહેલી સવારે ચાર વાગ્યે કાર અકસ્માત સર્જાયો હતો.

ભારે સ્મોગને કારણે સ્વિફ ડિઝાયર કારનું બેલેન્સ બગડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. કારનો ડિવાઈડર અને થાંભલા સાથે ટક્કર ખાઈને જોરદાર એક્સિડન્ટ થયો હતો. આ કાર એટલી ધડાકાભેર ટક્કરને કારણે કારની છત ઉછળી હતી. ઘટના બાદ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ શરીરના માંસના ટુકડા વિખેરાયા હતા.

ઘટના બાદ તમામ પ્લયેર્સને સત્યવાદી રાજા હરિશ્ર્ચચંદ્ર હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ચાર લોકોને ડોક્ટર્સે મૃત જાહેર કર્યાં હતા. મૃતકોમાં હરીશ,  ટિંકુ, સૂરજ તથા અન્ય એક સામેલ છે. ગંભીર રીતે ઘાયલ થયેલામા દિલ્હીના નાંગલોઈ વિસ્તારના સક્ષમ યાદવ પણ સામેલ છે, જે બે વાર વેઈટ લિટિંગના વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. સક્ષમ યાદવે ર૦૧૭માં વર્લ્ડ ચેમ્પિયનમા ઈન્ડિયા માટે ગોલ્ડ જીત્યો હતો. બંને પ્લેયર્સને બાદા મેક્સ હોસ્પિટલ શાલીમાર બાગમા રેફર કરાયા હતા. જ્યારે કે, બાકીના પ્લેયર્સ દિલ્હી તિમારપુર વિસ્તારમાં રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *