દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી મુંબઈની મહિલા સાથે લાખોની કરી છેતરપીંડી

દિલ્હીના રાજકારણીનો પુત્ર હોવાનું જણાવી શહેરના યુવાને મુંબઈની મહિલા સાથે રૂા.૩૦ લાખની છેતરપીંડી કરી હતી.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ટાગોર હોલ પાછળના ડાયમન્ડ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઝાયેદ અકબરઅલી અન્સારીએ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના સ્ટર્લીંગ કો.ઓ. હા.સો.માં રહેતી ૩૯ વર્ષની પરમીત રાજેન્દ્રસીંગ અરોરા નામની ડાયર્વોસી મહિલા સાથે છ વર્ષ અગાઉ બી.બી.એમ. દ્વારા પરિચય થયો હતો. બંને અવારનવાર એકબીજાને મળતા પણ હતાં દરમ્યાનમાં ઝાયેદે તે દિલ્હીના રાજકારણીનો પુત્ર ‘રવિ મારવાહ’ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મિત્રતા કેળવી રત્ન- માણેકના ઈર્મ્પોટ- એકસર્પોટના ધંધામાં રોકાણ કરવા ઝાયેદે પરમીતને લલચાવી હતી.
તેમજ ચેકથી અને રોકડથી આશરે રૂા.૩૦ લાખ મેળવી લીધા હતા જો કે, તે રકમ આજદીન સુધી પરત આપી ન હતી અને વિશ્ર્વાસઘાત- છેતરપીંડી કરી હતી. શહેરના વાસણા બસ સ્ટેન્ડ પાસેના સંભવતીર્થ દેરાસર પાસેના પ્રથમ મંગલ કોમ્પલેકસ ખાતે પણ ઝાયેદે પરાક્રમ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની ફરિયાદ વાસણા પોલીસ મથકમાં પરમીત અરોરાએ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.એચ. જાડેજાએ તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *