દિલ્હીના એરપોર્ટ ખાતે દિલ્હી-ગુજરાત એટીએસનું ઓપરેશન લશ્કર-એ-તોયબાનો ત્રાસવાદી બિલાલ ઝડપાયો

dc-Cover-kge3paa3mpgn55enka7co4mh14-20160504173757.Medi

ગુજરાતની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડની ટીમે દિલ્હીમાં ઓપરેશન કરી લશ્કર-એ- તોયબાના વોન્ટેડ ત્રાસવાદી બિલાલ કાવાને ઝડપી પાડ્યો હતેા.
જાણવા મળતી માહિતી અનુસાર એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડના વડા હિંમાશુ શુકલાની સૂચના મુજબ બાતમીના આધારે ડીવાયએસપી કે.કે. પટેલ તથા ટીમ ઘણાં સમયથી લશ્કર-એ- તોયબાના ત્રાસવાદીની પાછળ લાગેલી હતી.
દરમ્યાનમાં એટીએસની ટીમે દિલ્હીના એરપોર્ટ ખાતે વોચ ગોઠવી હતી અને શ્રીનગરથી હવાઈ માર્ગે દિલ્હી આવેલા બિલાલ એહમદ કાવાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને દિલ્હી સ્પેશીયલ સેલને સોંપી ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લશ્કર-એ- તોયબાનો આ ત્રાસવાદી ફંડીગમાં સામેલ હતો ૨૦૦૦ના વર્ષમાં દિલ્હીના લાલકિલ્લા ખાતે થયેલા આતંકવાદીના આત્મઘાતી હુમલાના કેસમાં બિલાલ કાવા સામેલ હતો. આ હુમલામાં બે સૈનિક સહિત ત્રણના મોત નીપજ્યા હતાં.
લાલ કિલ્લાના હુમલાના કેસમાં ફંડીગમાં આ ત્રાસવાદી સામેલ હતો તેણે બેંક મારફતે ફંડીગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ફંડીગ કોને અને કયારે તેમજ કેટલું કર્યું હતું તે બાબતે પૂછપરછ હાથ ધરી હતી તેમજ કોના ઈશારે બિલાલ કાવા આ પ્રવૃત્તિ કરતો હતો તે અંગે પણ પૂછપરછ શરૂ કરી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર ત્રાસવાદીઓને બિલાલ કાવાએ રૂા.૨૯,૫૦,૦૦૦નું ફંડીગ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *