દિયોદર ખાતે સંતવાણી કાર્યક્રમ અને હવન યોજ્યો

દિયોદર ખાતે ઉતર ગુજરાત વિજ કંપની લી. ૧-રના પ્રાંગણમાં રાત્રે સંતવાણી કાર્યક્રમમા ભજનીક કલાકારોએ રાત્રે મોડે સુધી ભજનની રમઝટ જમાવી હતી અને અષાઢસુદ ૧૪ને શનિવારે સવારે ૭/૩૦થી ૧૧કલાક દરમિયાન શ્રી જેભરીયા ગોગા મહારાજનો વાર્ષિકોત્સવ (હવન) યોજાયો હતો. જેમાં સમસ્ત ઉત્તર ગુજરાત વિજ કંપની લી. પરિવાર દિયોદર ૧-ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી એન્જિનિયર એ. પી. ભોજક, યોગેશભાઈ રાવલ, આર. એમ. ભાટના, બી. જે. મકવાણા, હિતેશભાઈ વોરા, એ. આર. ચર્કટ્સ, સી. બી. પટેલ, ડી. જી. રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *