દાહોદ નજીક દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર જેલ હવાલે

દાહોદ શહેરના નદીપાર આવેલ ગારખાયા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા પર પ્રોહી. રેડ માટે ત્રાટકેલ દાહોદ શહેર પોલીસની ટીમે રૂપિયા ૪ર૦૦૦/-ની કિંમતના વિદેશી દારૂ-બીયરની બોટલ સાથે એક બુટલેગરને ઝડપી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેર પોલીસને ગારખાયા વિસ્તારમાં વેચાતા વિદેશી દારૂ અંગેની મળેલ બાતમીના આધારે દાહોદ શહેર પોલીસ સ્ટેશનના પ્રો.પોલીસ સબ-ઈન્સ્પ્ોક્ટર એસ. જે. રાઠોડ તથા તેમના સ્ટાફના પોલીસ જવાનોની એક ટીમે દાહોદ, ગારખાયામાં ખુલ્લી જગ્યામાં પ્રોહી. રેડ પાડી રળીયાતી ગામે રહેતા અને ગારખાયા ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો વેપલો કરતાં રાજુભાઈ ઉર્ફે કાચલો બાવનીયા સાંસીને ઝડપી પાડયો હતો અને ખુલ્લી જગ્યામાંથી પોલીસે રૂપિયા ૪ર,૦૦૦/-નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

આ સંબંધે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના પ્રો. પીએસઆઈ એસ. જે. રાઠોડે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *