દાહોદમાં શક્તિસિંહના પૂતળાનું દહન કરાયું

દાહોદ નગરપાલિક ચોકમાં મંગળવારના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના અપમાન બદલ દાહોદ શહેર યુવા મોરચાના  કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને શક્તિસિંહના પૂતળાનું દહન કાર્યક્રમ યોજાયો હતો.

દાહોદ શહેરના ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નગરપાલિકા ચોકમાં શક્તિસિંહ ગોહીલ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના અપમાન બદલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યું  હતું. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી દિપેશભાઇ લાલપુરવાલા, નરેન્દ્રભાઇ સોની, શહેર પ્રમુખ કમલેશભાઇ રાઠી, મહામંત્રીઓ રાકેશભાઇ માળી તથા બીજલભાઇ ભરવાડ, નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી સતિષભાઇ પરમાર, ભાજપા યુવા મોરચા દાહોદ શહેરના પ્રમુખ અજયભાઇ દરજી તથા મહામંત્રી બાદલભાઇ પંચાલ અને અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા. હાયરે કોંગ્રેસ હાય હાયના નારા સાથે પૂતળા દહન કરતા સમયે પોલીસ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ સફળ ના થાય તેવા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે પૂતળા ખેંચતાણ પણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *