દાહોદમાં વકરતી ટ્રાફિકની સમસ્યા રાહદારીઓ અને ચાલકોને મુશ્કેલી

દાહોદ શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરીજનો માટે સમસ્યારૂપ બનેલ ટ્રાફિક સમસ્યાને નાથવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો હાલ તો બિનઅસરકારક પૂરવાર થઈ રહૃાાં છે અને શહેરમાં રોજ રોજ અનેક સ્થળે ચક્કાજામના શ્યો સર્જાતા રાહદારીઓ તથા વાહનચાલકો ભારે મુશ્કેલીઓના ભોગ બની રહૃાાં છે અને ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવાની માંગ રોજબરોજ બળવત્તર બનવા પામી છે.

દાહોદ શહેરમાં ભૂતકાળમાં ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવાના હેતુથી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર સવારે આઠથી સાંજના સાત વાગ્યા સુધી પ્રતિબંધનું તેમજ શહેરમાં વન-વેના ચૂસ્ત અમલનું જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેનો અમલ થોડો સમયથી સખ્તાઈપૂર્વક કરાવ્યા બાદ બંને જાહેરનામાનું છડેચોક ઉલ્લંઘન થવા લાગતા શહેરમાં પુન: ટ્રાફિક સમસ્યા બની છે. આ સમસ્યા આજદિન સુધી યથાવત રહેતા હવે આ સમસ્યાના કારણે શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહૃાાં છે. શહેરમાં આ સમસ્યાના મુદ્દે પોલીસ તંત્ર દ્વારા લેવાઈ રહેલા પગલાં પણ વામણાં પૂરવાર થઈ રહૃાાં છે. ગાંધીચોકથી પડાવ તરફ વન-વે હોવાથી આમ તો ગાંધીચોકથી પડાવ તરફ જવા માટે દોલતગંજ બજાર થઈ જઈ શકાય છે પરંતુ તે વન-વેના નિયમનું પાલન ન કરાવાતા શહેરના ગાંધીચોક, નેતાજીબજાર, પડાવ બહાર, આઈસીઆઈસી બેન્ક પાસેના રોડ પર દિવસ દરમ્યાન ચક્કાજામ દ્રશ્યો સર્જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકના મુદ્દે તો શહેરીજનો દ્વારા ભૂતકાળમાં અનેકાનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી સંલગ્ન તંત્ર દ્વારા ચોક્કસ પરિણામલક્ષી પગલાં ભરવામાં આવ્યાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા વન-વેનો સખ્તાઈથી અમલ કરાવવા તથા ભારે વાહનોની દિવસ દરમ્યાન શહેરમાં પ્રવેશબંધી ફરમાવવા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *