દારૂબંધી સામે ચલાવ્યું ભેજું, બનાવી નાખ્યો અલગ ટાપુ !

alcohol1b

નવા વર્ષની ઉજાણીમાં દુનિયા હજુ પણ પાર્ટી કરવાના મૂડમાં છે. ત્યારે ઘણા લોકો માટે તો પાર્ટી એટલે દારુ પીવો જ જોઈએ. પરંતુ જો દારુબંધી આ પાર્ટી મૂડમાં ખલેલ પહોંચાડતી હોય તો શું કરવું જોઈએ? આપણે ત્યાં રસિયાઓ દીવ અને દમણની દિશા પકડે છે. પરંતુ ન્યુઝિલેન્ડમાં એક મિત્રોના સમૂહને પણ જ્યારે દારુબંદી નડી તો તેમણે એક અલગ જ રસ્તો શોધી કાઢ્યો અને હવે તો પોલીસ પણ તેમના આ ભેજાના વખાણ કરે છે.
ન્યુઝિલેન્ડના કોરમંડળ ટાપુઓ પર ન્યુયર ઈવના સમયે સાર્વજનીક જગ્યાઓએ દારુ પીવાની મનાઈ હતી. દારુબંધીના આ નિયમનો તોડ આ ગ્રુપે એવો કાઢ્યો કે તેમણે અલગથી પોતાનો જ એક ટાપુ બનાવી દીધો. જેને લઈને સ્થાનિક ઓથોરિટીએ પણ તેમના આઇડિયાની પ્રશંસા કરી હતી.
જાહેરમાં દારુ પીવાની મનાઈ હોઈ પાર્ટી કેમ કરવી આ વિચારે આ મિત્રોએ જ્યારે અહીં વહેતી તાઇરુઆ નદીના મુખભાગમાં પાણીનો પ્રવાહ ઓછો હતો ત્યારે માટીનો એક ટાપુ તૈયાર કર્યો. આ ટાપુ એટલો જ મોટો હતો કે તેના પર પિકનિક ટેબલ અને ચેર રહી શકે. જેના પર લાકડાનું ટેબલ રાખીને આ મિત્રોએ આખી રાત દારુ પીધો હતો.
હવે, સત્તાવાર રીતે પણ પોલીસ તેમની સામે કોઈ પગલા લઈ શકે તેમ નહોતી. કેમ કે તેમણે જે જગ્યાએ ટાપુ બનાવ્યો હતો તે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવે છે. જેના કારણે અહીં તેમના પર કોરમંડળ ટાપુઓના કોઈ નિયમ બાદ્ય બનતા નથી.
ઉલ્લેખનીય છે કે કોર મંડળ ટાપુઓ પર જાહેર કરવામાં આવેલ નવા નિયમ મુજબ ન્યુયર ઈવના દિવસે કોઈ જાહેર સ્થળે દારુ પીતા પકડાવ તો લગભગ ૧૫૦૦૦ રુપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આ યુવકોના આઇડિયાની અહીંના પોલીસ કમાંડર ઇંસ્પેક્ટર જોન કેલી અને મેયર સેંડ્રા ગુડીએ ક્રિએટિવ આઇડિયા તરીકે પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *