દાભડામાં કૂવામાં પડતા યુવકનું મોત

કુવામાં પાણી લેવા ગયેલ લીમખેડા તાલુકાના દાભડા ગામના ૩૧ વર્ષીય યુવકનો પગ અચાનક લપસી જતાં કુવાના પાણીમાં ખાબરતાં કુવાના પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના દાભડા ગામે રાવત ફળીયામાં રહેતો ૩૧ વર્ષીય પ્રકાશભાઈ નવલિંસહ રાવત ગત રોજ બપોરના સુમારે પરમારના ખાખરીયા ગામે આવેલ કુવા પર પાણી લેવા માટે ગયો હતો અને કુવામાંથી પાણી ભરતીવેળાએ પ્રકાશભાઈ રાવતનો પગ અકસ્માતે લપસી જતાં તે કુવામાં ખાબક્યો હતો અને કુવાના ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. જેની લાશ શોધખોળના અંતે સાંજના સુમારે કુવામાંથી મળી આવી હતી.

આ સંબંધે મૃતકના પિતા ૬૭ વર્ષીય નવલિંસહ ભાથુભાઈ રાવતે લીમખેડા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *