દલિત સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરનારને સરકાર અઢી લાખ આપશે: આવક મર્યાદા દૂર કરાઈ

Indian-Wedding-1

વાર્ષિક રૂા.પાંચ લાખની ટોચમર્યાદા દૂર કરી કેન્દ્ર સરકારે દલિત પુરુષ અથવા મહિલા સાથે લગ્નને પ્રોત્સાહન આપવાની સ્કીમ વિસ્તારી છે. ૨૦૧૩માં આંતરજ્ઞાતિય લગ્ન દ્વારા સામાજીક ઐકયની ભાવના મજબૂત બનાવવા ડો. આંબેડકર સ્કીન શરૂ કરવામાં આવી હતી, અને એ હેઠળ દર વર્ષે આવા ૫૦૦ આંતરજ્ઞાતીય લગ્નોને નાણાકીય પ્રોત્સાહન આપવાનું લક્ષ્યાંક રખાયું હતું. નિયમો મુજબ જે યુગલની કુલ વાર્ષિક આવક પાંચ લાખથી વધુ ન હોય તેમને કેન્દ્ર દ્વારા એક વખત અઢી લાખનું ઈનામ આપવામાં આવે છે. આ સ્કીમનો હેતુ સામાજીક રીતે હિંમતભર્યા પગલાને બિરદાવવાનો અને તેમને લગ્નજીવનની શરૂઆતમાં થાળે પડવા મદદ કરવાનો હતો.
આ યોજનાની બીજી શરત એ હતી કે એ પ્રથમ લગ્ન હોવા જોઈએ અને હિન્દુ લગ્ન કાયદા નીચે એની નોંધણી થવી જોઈએ. આવી દરખાસ્ત લગ્નના એક વર્ષમાં થવી જોઈએ. પરંતુ, તાજેતરમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રણાએ રાજયોને જણાવ્યું હતું કે નવદંપતિની પાંચ લાખની વાર્ષિક આવક મર્યાદા દૂર કરવા અને કોઈ આવક મર્યાદા નહીં રાખવા જણાવ્યું છે.
જો કે આ યોજનાની શરુઆત થઈ ત્યારથી એનો અમલ નબળો રહ્યો છે. વાર્ષિક ૫૦૦ દંપતિના લક્ષ્યાંક સામે ૨૦૧૪-૧૫માં માત્ર પાંચ યુગલોને રકમ આપવામાં આવી હતી. ૨૦૧૫-૧૬માં આ સ્કીમનો લાભ લેવા ૫૨૨ યુગલોએ અરજી કરી હતી, પણ માત્ર ૭૨ માન્ય રાખવામાં આવી હતી. ૨૦૧૬-૧૭માં ૭૩૬ અરજીમાંથી માત્ર ૪૫ને બહાલ રાખવામાં આવી હતી.
અધિકારીઓ કહે છે કે પુર્વશરતોનું પાલન નહીં થતું હોવાનાં કારણે અરજી માન્ય રખાયાનો દર નીચો છે, દાખલા તરીકે સ્કીમનો લાભ લેવા હિન્દુ મેરેજ એકટ હેઠળ આંતરજ્ઞાતિય લગ્નોનું રજીસ્ટ્રેશન માન્ય છે, જયારે કેટલાક કેસોમાં સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્નનોંધણી થઈ હતી.
વળી, આવી અરજીઓમાં ધારાસભ્ય, સાંસદ કે જીલ્લા કલેકટરની ભલામણ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *